Satya Tv News

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના રસાકસી ભર્યા ચૂંટણી જંગમાં આજરોજ ચુંટણી કમિટી દ્વારા પરીણામો જાહેર કરાતા યુવકોમા પ્રબળ ચાહના ધરાવતા શકીલ અકુજી નો જ્વલંત વિજય થયો હતો

યુથ કોંગ્રેસમા વર્ષો પર્યંત સક્રિય ભૂમિકા ભજવનાર તેમજ નબીપુર જીલ્લા પંચાયત ના સદસ્ય તરીકે ભુતકાળમાં જ્વલંત મતોથી ચૂંટાઇ આવેલા હાલ નબીપુર તાલુકા પંચાયત ના સદસ્ય શકીલ અકુજી એ ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પદે પોતાની ઉમેદવારી નોંધાવી હતી લાંબા સમય અગાઉ આયોજિત ચૂંટણી માં લોક પ્રિયતાને અનુલક્ષી શકીલ અકુજી ની જીત નિર્ધારિત હતી જો કે હરીફ ઉમેદવારોએ પણ એડીચોટીનું જોર લગાવતા યુથ કોંગ્રેસ ની ચૂંટણી રસપ્રદ બની હતી જેમાં આજરોજ પરીણામો જાહેર કરાયા હતા જેમાં શકીલ અકુજી ને ૫૦૦ ઉપરાંત મતોએ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.શકીલ અકુજીને યુથ કોંગ્રેસના પ્રમુખ પદે જાહેર કરાતા તેમના સમર્થકો અને ગ્રામજનો માં ખુશીનું મોજુ પ્રસરી જવા પામ્યું છે

error: