Satya Tv News


ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ના સંયુક્ત ઉપક્રમે તારીખ 24 /11/2021 થી 26/ 11/2021 સુધી ત્રણ દિવસ સવારે ૯ થી સાંજે ૫ કલાક સુધી” ફ્રી મેડીકલ હેલ્થ ચેક અપ કેમ્પ” નું આયોજન પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે રાખવામાં આવેલ છે


ભરૂચ નગરપાલિકા તથા સ્પાર્શ ગેસ્ટ્રો કેર એન્ડ જનરલ હોસ્પિટલ( ધ હીલિંગ ટચ) તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ના સંયુક્ત ઉપક્રમે તારીખ 24 /11/2021 થી 26/ 11/2021 સુધી ત્રણ દિવસ સવારે ૯ થી સાંજે ૫ કલાક સુધી” ફ્રી મેડીકલ હેલ્થ ચેક અપ કેમ્પ” નું આયોજન પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે રાખવામાં આવેલ છે જે કેમ્પમાં ભરૂચ નગરપાલિકાના તમામ પદાધિકારીઓ, અધિકારીઓ, તથા કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવનાર છે સાથે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના તમામ સભ્યો સહિત શહેરના તમામ પત્રકાર મિત્રોનું મેડીકલ ચેકઅપ કરવામાં આવશે, પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે મેડિકલ ચેકઅપ કાર્યક્રમ ઉદ્ઘાટન તારીખ 24/ 11/ 2021 ને બુધવારના રોજ 9:00 રાખવામાં આવેલ છે, આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના તમામ સભ્યો સહિત શહેરના તમામ પત્રકાર મિત્રોને પધારવા આમંત્રણ છે.

વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: