Satya Tv News


નેત્રંગમાં ગરીબ મજૂરો ને કામે બોલાવી, જાન થી મારી નાખવાની આપી ધમકી આપતા ગરીબ મજૂરોએ પોલીસ ટેસ્ટમાં ફરિયાદ નોંધાવી હતી


નેત્રંગ તાલુકાના ગરીબ મજૂરો પોતાનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કરતા હોય છે ત્યારે હનીફ બચ્ચું દિવાન જેઓ મુકદમ તરીકે પણ ઓળખાય છે રહે તાડકંપની ચંદ્રવાણ તા નેત્રંગ જી ભરુચ ના રહીશે નેત્રંગ તાલુકામાંથી 13 પુરુષ અને 11 સ્ત્રીઓ ને ઇટના ભટ્ટા ઉપર કામ કરવા માટે તારીખ .૬/૧૦/૨૦૨૧ ના રોજ ઝનોર મુકામે અમીરભાઈ જમાદાર ના ઇટના ભટ્ટા ઉપર લઈ ગયો હતો અને ત્યારબાદ મજૂરોને જોવા પણ ગયો નથી. સાત દિવસ સાફ-સફાઈ કરાવ્યા બાદ અમીરભાઈ જમાદાર દ્વારા ત્રાસ આપવાનું ચાલુ કરવામાં આવ્યો હતો અને વોચમેન તરીકે કામ કરતા કમલેશભાઈ વસાવા દ્વારા 24 કલાક જુલમ ગુજરાતમાં આવતો હતો અને મહિલાઓ પેશાબ પાણી જાય ત્યારે પાછળ રાત્રે બેટરી લઈને જતો હતો. અને ખુબ અઘરું કામ સોંપવામાં આવતું હતું અને દિવાળી જેવા તહેવારમાં પણ રજા આપતા ન હતા અને આરોપીઓ દ્વારા મજુરોના ઝૂંપડાં તોડી નાખી ખુલ્લામાં રહેવા માટે મજબૂર કરી દેવામાં આવ્યા હતા અને આરોપીઓ ગંદી ગંદી ગાળો જાતિવિષય અપમાન જનક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. ત્રાસી ગયેલા મજૂરો પૈસા કાપીને છુટા કરવાની માંગ કરી હતી ત્યારે અપરાધીએ જણાવ્યું કે તમે નથી જાણતા આ કોનો ભટ્ટો છે તમને જીવતા નહીં છોડીએ એવી ધમકી આરોપીઓ આપતા હતા. તારીખ ૧૭/૧૧/૨૦૨૧ ના રોજ મોકો મળતા પાંચ માણસો રાત્રિના સમયે ઘરે આવતા રહેલા તેથી બાકી વધેલા મજૂરો પર ક્રોધે ભરાયેલા આરોપીઓ ખુબ ત્રાસ ગુજારવાનું ચાલુ કર્યું હતું.

         તા.૧૮/૧૧/૨૦૨૧ ના રોજ અમીરભાઈ જમાદાર દ્વારા ગુસ્સામાં આવી મજૂરી કરતા મુકેશભાઈ છગનને મોઢા પર બૂટ પહેરેલા પગથી ૪ લાતો મારી અને જાંઘ પર પણ લાતો મારી હતી મોઢા ઉપર લાગવાથી મુકેશભાઈ ને જમવાનું જમી શકાતુ પણ ન હતું અને મજુર જીતેન્દ્ર ભાઈને પણ ગાલ પર થપ્પડ મારી હતી. આમ નેત્રંગ તાલુકાના સોણકોઈ ગામના  ૧૬ માણસો ધોલેખામ ગામના ૫ માણસો પાંચમ ગામના ૩ માણસો મળી કુલ ૨૪ વ્યક્તિઓ હતા તેમાં 13 પુરુષ અને 11 સ્ત્રીઓ હતી

વિડીયો જર્નાલિસ્ટ મિતેષ આહીર સત્યા ટીવી નેત્રંગ

error: