Satya Tv News

અંકલેશ્વરની ખ્યાતનામ સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટયૂટ ખાતે સ્વ શ્રી અહમદભાઈ પટેલ ની પ્રથમ પુણ્યતિથિ પર નિશુલ્ક દિવ્યાંગ કેમ્પ નું આયોજન તારીખ 25 26 અને 27 નવેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું આ કેમ્પનું આયોજન HMP ફાઉન્ડેશન પીરામણ ભારત સેવા સંસ્થા જોધપુર તથા ભગવાન મહાવીર વિકલાંગ સહાય સમિતિ જયપુર ના સહયોગથી કરવામાં આવ્યું હતું

આ ત્રિદિવસીય કેમ્પમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓ ને વ્હીલચેર ટ્રાઈસિકલ, બૈસાકી , કૃત્રિમ પગ, તથા કાનના મશીનનું ,નિશુલ્ક વિતરણ કરવામાં આવશે તેમજ જયપુર ફુટ ની વિશેષ ટીમ દ્વારા કૃત્રિમ પગ અને હાથ બનાવીને લગાવવામાં આવશે તથા અત્યાધુનિક કોમ્પ્યુટર રાઈઝ મશીન દ્વારા તપાસ કરવામાં આવશે અત્યાર સુધીમાં એક હજારથી વધુ દિવ્યાંગ લાભાર્થીઓ નું રજીસ્ટ્રેશન થઇ ગયેલ છે આ ઉપરાંત તારીખ 25 નવેમ્બરના રોજ હ્રદય રોગ ના જટિલ ઓપરેશન મુંબઈના સુપ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ ડો સચિન ખારાટ નાણાવટી હોસ્પિટલ મુંબઈ અને કપૂર હોસ્પિટલ મુંબઈ તથા ડોક્ટર જેવીન જામેરીયા સરદાર પટેલ હોસ્પિટલ દ્વારા ફ્રી મા કરવામાં આવશે તેમજ આંખના મોતિયા ના ઓપરેશન ફેકો પદ્ધતિથી મશીન દ્વારા કોઈપણ પ્રકારના ટાંકા કે પટ્ટી વગર કરવામાં આવશે જેમાં ઉચ્ચ ગુણવત્તાનો ફોલ્ડેબલ નેત્રમણી મૂકી આપવામાં આવશે આ ઓપરેશન મુંબઇના પ્રસિદ્ધ ઓપ્થેમલોલોજિસ્ટ ફેંકો અને લેસિક સર્જન ડોક્ટર સાયરસ મહેતા વડોદરા ના ખ્યાતનામ ડોક્ટર નીલમ ચોકસી અને સરદાર પટેલ હોસ્પિટલ ના ફૂલ ટાઈમ ઓપ્થેમલોલોજિસ્ટ ડો શ્રેયા શાહ દ્વારા કરવામાં આવશે

error: