Satya Tv News

  • અભિનેતા હાલમાં જ વિદેશથી ભારત પાછો ફર્યા હતા

મુંબઇ : કમલ હાસનને કોરોનાએ સપાટામાં લીધો છે. તેઓ હાલ ચેન્નઇની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. કમલ હાસને પોતે જ કોરોનાગ્રસ્ત થયાનું સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું.

કમલ હાસને ટ્વીટ કર્યું હતું કે, હું એક બ્રાન્ડના લોન્ચ માટે અમેરિકા ગયો હતો. ત્યાંથી પાછા ફર્યા પછી મને ઊધરસ થઇ હતી. તેથી મેં તકેદારી રાખીને તબીબી તપાસ કરાવી હતી. જેનું પરિણામ કોરોના પોઝિટિવ આવ્યું હતું.

કમલ હાસને આ ટ્વીટ તમિલ ભાષામાં કર્યું હતું. જેમાં પોતે હોસ્પિટલમાં આઇસોલેટ હોવાનું કહ્યું હતું. તેમજ એમ પણ કહ્યુ ંહતુ ંકે, તમે બધા જ પોતાનું ધ્યાન રાખો આ મહામારી હજી ગઇ નથી. તેથી દરેક સુરક્ષિત રહેશો.

મનોરંજનની દુનિયામાં ફરી કોરોના ફેલાઇ રહ્યો છે. હાલમાં જ ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી માધવી ગોગટે ૫૮ વરસની વયે કોરોનાથી નિધન પામી હતી. માધવી થોડા દિવસ પહેલા જ કોરોનાના સપાટામાં આવી હતી. તેને મુંબઇની જાણીતી હોસ્પિટમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. ઇલાજ દરમિયાન તેની તબિયત સુધરી રહી હતી અને અચાનક જ વધુ પડતી બગડી જતાં તે રવિવારે બપોરે અવસાન પામી હતી.

error: