“અહેમદભાઈ તુમ અમર રહો” ના નારા સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મર્હુમ અહેમદભાઈ પટેલની પ્રથમ પુણ્યતિથિએ તેમની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી યાદ કરવામાં આવ્યા.
ભરૂચના પનોતાપુત્ર અને રાષ્ટ્રીય કોંગ્રેસમાં ચાણક્યનું સ્થાન ધરાવતા અને જમીન સાથે જોડાયેલા રાષ્ટ્રીય નેતા એવા મર્હુમ અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મર્હુમ એહમદ પટેલની તસવીરને પુષ્પોઅર્પણ કરવામાં આવ્યા હતા, જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ પુષ્પાંજલિ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ વિકી સોખી,નગર પાલિકા વિપક્ષના નેતા શમશાદઅલી સૈયદ, દડંક હેમેન્દ્ર કોઠીવાળા, સલીમ અમદાવાદી, સહિતના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહી મર્હુમ અહેમદ પટેલને યાદ કર્યા હતા
વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ