ભરૂચ અને સુરતમાં ક્લામંદિર જવેલર્સમાં બે ભેજાબાજોએ ઠગાઈ કરી હતી. જેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 2 રાજસ્થાની ભેજાબાજોએ સોનાના 4 નકલી બિસ્કિટ વેચી અસલી સોનાની ચેઇન ખરીદી હતી. ભેજાબાજોએ રૂપિયા 1.90 લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
ભરૂચ અને સુરતમાં ક્લામંદિર જવેલર્સને બે રાજસ્થાની ભેજબજોએ બે વખત નિશાન બનાવ્યું હતું. જોકે, ત્રીજી વખત સુરત ખાતે તેઓ ફરીથી સોનાના નકલી 4 બિસ્કિટ વેચવા જતા ઝડપાઇ ગયા હતા. જેથી સુરતની ઉમરા પોલીસે મૂળ રાજસ્થાન અને હાલ સેલવાસ રહેતા ઠગ ગોટુ લાલ પ્રભુજી ગુર્જર અને કિશનલાલ છગનલાલ ગુર્જરની ધરપકડ કરી હતી.
ભરૂચ ક્લામંદિરમાં પણ 8 નવેમ્બરે આ બન્ને ભેજાબાજ પોતાની પાસે રહેલા સોનાના 4 નકલી બિસ્કિટ લઈ વેચવા આવ્યાં હતા. જેની સામે સોનાની 4 તોલાની ચેઇન ખરીદી હતી. જેઓ ગયા બાદ આ બિસ્કિટ સુરત મોકલતા તે નકલી હોવાનો ઘટસ્ફોટ થતા ભરૂચ ક્લામંદિરના બ્રાન્ચ મેનેજર રોનીશ ખાબિયાએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બન્ને ભેજાબાજો સામે સોનાના નકલી 4 બિસ્કિટ પધરાવી રૂપિયા 1.90 લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.
વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ