Skip to main content

Satya Tv News

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ મર્હૂમ અહેમદ પટેલની આજરોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સેવાકાર્યના ભાગરૂપે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજસ્થાનના સી.એમ.અશોક ગહેલોત ઉપસ્થિત રહ્યા હતા


અંકલેશ્વરના નાનકડા એવા પિરામણથી પાર્લામેન્ટ સુધીની સફર સાર કરનાર કોંગ્રેસનાં દિગ્ગજ નેતા મર્હૂમ અહેમદ પટેલની આજરોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા હતા જેના ભાગરૂપે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે એસ.એમ.પી.ફાઉન્ડેસન અને અન્ય સહયોગી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજસ્થાનના સી.એમ.અશોક ગહેલોત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ પ્રથમ અહેમદ પટેલની મજાર પર ફૂલહાર અર્પણ કર્યા હતા. દિવ્યાંગ કેમ્પમાં રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ,પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા,વિપક્ષના નેતા પરેશ ધાનાણી,પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી,અર્જુન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલ સહિતના કોંગ્રેસનાં નેતાઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ભાવુક થયા હતા ત્રણ દિવસ ચાલનારા દિવ્યાંગ કેમ્પમાં 2 હજાર જેટલા લાભાર્થીઓને ટ્રાયસિકલ,હિયરિંગ એડ સહિતની સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવશે આજરોજ મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક રીતે લાભાર્થીઓને સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે ધર્મેન્દ પ્રશાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: