Satya Tv News

ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા લઘુમતી મોરચા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ પ્રસંગે જરૂરિયાત મંદ બાળકો ને શિક્ષણમાં ઉપયોગી નોટબુકો નું વિતરણ કાર્યક્રમ કરજણ ભરત મુનિ હોલ ખાતે શુક્રવારે યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મુખ્ય મહેમાન જમાલ સિદ્દીકી પ્રમુખ રાષ્ટ્રીય ભાજપા લઘુમતી મોરચા સૂફી સંત મહેબૂબ અલી બાવા મહા મંત્રી રાષ્ટ્રીય ભાજપા લઘુમતી મોરચા અતિથિ વિશેષ મોહસીન લોંખડ વાલા પ્રમુખ ગુજરાત પ્રદેશ ભાજપા લઘમતી મોરચા.ભાર્ગવ ભટ્ટ મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપા.અશોક પટેલ પ્રમુખ વડોદરા જિલ્લા પંચાયત.અક્ષય પટેલ ધારા સભ્ય કરજણ.અસ્વીન પટેલ.પ્રમુખ વડોદરા.જિલ્લા ભાજપ. ઝહીર શેખ ઉપ પ્રમુખ ગુજરાત લઘુમતી મોરચો .પરાક્રમ સિંહ જાડેજા પ્રભારી વડોદરા.મહંમદ સંધિ કોર્પોરેટર. કરજણ નગર પાલિકા કરજણ નગર ભાજપ ના પ્રમુખ ઉપેન્દ્ર શાહ .પાલિકા ના સદસ્યો
જિલ્લા ભાજપા સંગઠન નાં કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં ઉપસ્થિત તમામ નું ભજપા દ્વારા પુષ્પ ગુછ અર્પણ કરી તેમજ ફુલહાર પહેરાવી સન્માન કરાયું હતું

કાર્યક્રમ માં ઉપસ્થિત ધારા સભ્ય અક્ષય પટેલ સહિત હોદેદારો એ સંબોધી વડાપ્રધાન ની વિકાસ યાત્રા નો પરિચય કરાવી દેશ ના વિકાસ માં સહભાગી બનવા કાર્યકરો ને આહવાન કર્યું હતું તમામ મહાનુભાવો એ પોતાના સંબોધન માં કોંગ્રેસ ઉપર પ્રહાર કરી તેઓના શાસન દરમ્યાન નિષ્ફળ નીતિઓ કાર્યકરો ને ગણાવી હતી.અને ગુજરાત ભાજપ સરકારની ઉપલબ્ધીઓ નો પરિચય આપ્યો હતો.હાજર કાર્યકરો ને નવા વર્ષ ની શુભેચ્છા પાઠવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ નિમેષ ચૌહાણ સત્યા ટીવી કરજણ

error: