Satya Tv News

એન.પી.એસ હેઠળ કામ કરતા કર્મચારીના જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના એન.પી.એસ સ્કીમ હેઠળ ૨૦૦૫થી બજાવી રહ્યા છે, એનપીએસ એક અસુરક્ષિત અને શેર બજાર આધારિત યોજના છે. કે કર્મચારીના હિતમાં જણાતું નથી જેમાં વય નિવૃત્તિ બાદ ખૂબ જ નજીવું પેન્શન બાંધવામાં આવે છે જેનાથી વૃદ્ધાવસ્થામાં જીવન નિર્વાહ કરવું ખૂબ જ કપરું બને છે જેને લઇ જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યાનુસાર ગુજરાત સરકારમાં નિમણૂક પામેલ વર્ગ ૧ થી ૪ સંવર્ગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારના ધોરણે નવી વર્ધિત પેન્શન યોજના ફરજિયાત પણે લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છેગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા જૂની પેન્શન યોજના ને પુનઃ લાગુ કરવાની માંગ સાથે આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરની રજૂઆત કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: