Satya Tv News

રાજ્યમાં ફરી એકવાર ખેડૂતો માટે મુશ્કેલી બનીને માવઠુ આવી રહ્યું હોવાની આગાહી કરવામાં આવી છે. આજથી 2 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી છે.

Gujarat: રાજ્યમાં ફરી એકવાર માવઠુ ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવી શકે છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદ (Unseasonal Rain) પડે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. આજથી 2 ડિસેમ્બર સુધી માવઠુ પડે તેવી આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ પર તેની અસર વર્તાશે. જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે. 1 ડિસેમ્બરે અરબી સમુદ્રમાં લૉ-પ્રેસર સર્જાશે. જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે.

જ્યારે કે 2 તારીખે પણ ભારે વરસાદ પડશે. મહત્વનું છે કે, માવઠાના કારણે સૌથી મોટો ફટકો ખેડૂતોને પડે છે. માવઠાના કારણે પાકને નુકસાન થતા ખેડૂતોની કફોડી થઈ જાય છે. ત્યારે ખેડૂતોને પણ પાક સુરક્ષિત સ્થાને રાખવા સૂચના અપાઈ છે.

ગુજરાતમાં 1-2 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં 1લી ડિસેમ્બર માટે ઓરેન્જ એલર્ટ અને 2જી ડિસેમ્બર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે માછીમારો માટે 5 દિવસની ચેતવણી પણ આપવામાં આવી છે.

error: