હવામાન ની આગાહી ના પગલે દેડીયાપાડા નાં વિસ્તારમાં વહેલી સવાર થી વરસાદ પડતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી છે. અને શિયાળા ની આ ઋતુ માં ફરી છત્રીઓ, તેમજ રૈઈનકોટ પહેરવા મજબૂર થવું પડ્યું છે.
દેડીયાપાડા નાં મંડાળા, ગારદા, ખામ, ભૂતબેડા, ખાબજી, ભરાડા, અલ્માવાડી સહિત અનેક ગામો માં આજે સવાર થીજ વરસાદ વરસી રહ્યો છે.દેડીયાપાડા નાં ગ્રામ્ય વિસ્તારોમાં શિયાળા ના પાકમાં ખેડૂતો ને ભારે નુકશાન થાય તેવી સ્થિતિ ગ્રામ્ય વિસ્તારોમાં થઈ જવા પામી છે. જેમાં કપાસ, ડાંગર,તુવેર , જુવાર ના પાકને નુકશાન થવાની ભીતિ સર્જાઈ છે. કમોસમી વરસાદ થતાં ખેડૂતો માં ચિંતા નો વિષય થઈ જવા પામ્યો છે.
વિડીયો જર્નાસ્લીટ સંજય વસાવા સત્યા ટીવી ડેડીયાપાડા