Satya Tv News

ભરૂચ જિલ્લા વાસીઓ રોડ મારફતે એક ગાડી દ્વારા જઇ રહયા હતા તે દરમ્યાન રસ્તામાં તેમની ગાડીનું ટાયર ફાટતા તેમને જીવલેણ માર્ગ અકસ્માત નડ્યો હતો

દ.આફ્રિકામાં જ્હોનિસબર્ગ થી વેનદા જતી કાર ને નડ્યો જીવલેણ માર્ગ અકસ્માત, ત્રણ ના મોતની આશંકા, ગાસીમાં તમામ મુસાફરો ભરૂચ જિલ્લા વાસી.


મંગરવારના રોજ દ. આફ્રિકાના જ્હોનિસબર્ગ થઈ વેનદા ટાઉન જવા માટે ભરૂચ જિલ્લા વાસીઓ રોડ મારફતે એક ગાડી દ્વારા જઇ રહયા હતા તે દરમ્યાન રસ્તામાં તેમની ગાડીનું ટાયર ફાટતા તેમને જીવલેણ માર્ગ અકસ્માત નડ્યો હતો. આ મુસાફરોમાં 1 સ્ત્રી અને 3 પુરૂષો હતા. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 1 સ્ત્રી અને 2 પુરુષોના ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોટ નીપજ્યું છે અને 1 પુરુષ ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મારનાર સ્ત્રી સાસરોડના વાતની છે અને પુરુસોમાં એક સેગવા ગામના અને બીજો દીવા ગામનો વતની છે. હજુ વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાંથી રોજી રોટી ની શોધમાં ઘણા યુવાનો પોતાના પરિવારથી દૂર દ. આફ્રિકામાં સ્થાયી થયા છે અને અવારનવાર તેમના માઠા સમાચારો મળતા રહે છે.

વિડીયો જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: