Satya Tv News

તારીખ 2 ડિસેમ્બર ના રોજ ભારતીય કિસાન સંઘ નેત્રંગ તાલુકાની કારોબારીની રચના કરવામાં આવી જેમાં નેત્રંગ તાલુકા ના પ્રમુખ તરીકે રણજીત સિંહ ઘરીયા અને ઉપપ્રમુખ તરીકે રામદેવ ભાઈ વસાવા અને જયપ્રકાશ પટેલ ની વર્ણી કરવા માં આવી હતી

ભારતીય કિશાન સંઘ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની મિટિંગ જીનબજાર ખાતે આવેલ રાધા કૃષ્ણ મંદિર ખાતે હોલમાં મળી હતી. જેમાં ઠાકોરભાઈ પટેલ મધ્ય ગુજરાત સંયોજક, ભીખુભાઈ પટેલ પ્રદેશ કારોબારી સભ્ય, અજીતસિંહ રાજ ભરૂચ જિલ્લા સંયોજક, સ્નેહલકુમાર પટેલ ભરૂચ જિલ્લા યુવા સંગઠન પ્રમુખ, કિશોરસિંહ વાંસદીયા નર્મદા સુગરના ડિરેક્ટર તથા ખેડૂત અગ્રણી તથા અન્ય કાર્યકર્તા તથા ખેડૂતોમિત્રો ઉપસ્થિત રહ્યા હતા મિટિંગમાં નેત્રંગ તાલુકાના અલગ અલગ ગામ ના અંદાજે 20 જેટલા ખેડૂત હાજર રહ્યા હતા,

વિડીયો જર્નાસ્લીટ મિતેષ આહીર સત્યા ટીવી નેત્રંગ

error: