Satya Tv News

સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફાઇવસ્ટાર હોટલોમાં લગ્ન પ્રસંગોમાં જઇને ચોરી કરનારી આંતર રાજ્ય ટોળકીના આરોપીને ઝડપી લઇ બે રાજસ્થાનના જયપુર અને ઉદેપુર પોલીસમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલવા સાથે રૂપિયા બે કરોડથી વધારે કિંમતના દાગીના કબ્જે કર્યા છે.

જયપુર માં આવેલ ક્લાર્કસ આમેર ફાઈવસ્ટાર હોટલમાં વેપારીના સ્વાંગમા રોકાણ કરી કરોડોની કિમતની ઘરફોડ ચોરીના રીઢા આંતરરાજ્ય ગેગના આરોપીને 2 કરોડની કિંમતના સોનાના ડાયમંડ જડીત ઘરેણાઓ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડયા છે. ઉદયપુર અને જયપુર પોલીસ સ્ટેશનના બે ગુન્હા ડિટેકટ કરવામાં પોલીસને સફળતા મળી છે. ફાઈવ સ્ટાર હોટેલોમાં આયોજિત લગ્ન પ્રસંગ અને ફેશન શોમાં પ્રવેશ કરી ભીડભાડનો લાભ ઉઠાવી ચોરી કરતા હોવાની મોડ્સ ઓપરેન્ડી બહાર આવી છે.

ફાઇવસ્ટાર હોટલોમા વેપારી તરીકે રોકાઇ લગ્ન પ્રસંગ તથા પાર્ટી ફેશનમાં આવેલ લોકોની ભીડભાડમા ઉભો રહી આવતા જતા મહેમાનો સાથે ભળી જઇ તેમની વાતચીત પરથી તેમના નામ અને રુમ નંબર અંગેની માહીતી મેળવી. રીસેપ્શન કાઉન્ટર પરથી પોતે રૂમ બુક કરનાર બોલતો હોય તેમ રુમ નંબરની ચાવી માંગી તે રુમમા જઇ રૂમમાંથી લોકર ખોલવાનો પ્રયત્ન કરી લોકર ન ખુલે તો રૂમમાંથી રીસેપ્શન કાઉન્ટર પર ફોન કરી લોકરનો પીન નંબર ભુલી ગયો છુ. તેમ કહી હોટલ સ્ટાફને બોલાવી લોકર ખોલાવતો અને લોકર ખોલી તેમાંથી જે કઈ મળે તે ચોરી કરવાની ટેવ ધરાવે છે.

વિડીયો જર્નાસ્લીટ અક્ષય વાઢેર સત્યા ટીવી સુરત

error: