પ્રસૂતિ મહિલાને baby Girl બાળકીનો જન્મ થયેલ
ગુજરાત સરકારની ૧૦૮ ઇમર્જન્સી સેવા લોકો ને અનેકરૂપે મદદરૂપ થઇ રહી છે
આજ રોજ તા.03/12/2021 ના 21:49 કલાકે કોલ મળતાની સાથે હાંસોટ ૧૦૮ એમ્બ્યુલન્સ CHC હાંસોટ ખાતે પહોંચતાં CHC હાંસોટ ના ડોક્ટર મેડમ જણાવેલ કે સેજલબેન ધનસુખભાઈ રાઠોડ રહેવાસી બાડોદરા ને વધુ તકલીફ હોવાથી અને અપૂરતા મહિના હોવાથી તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લય જવા પડે તેવિ પરિસ્થિતિ છે ત્યારે ૧૦૮ ઇ એમ. ટી. હિતેશભાઈ પટેલ અને પાઇલોટ સુલતાનભાઈ ગોહિલ દ્વારા એમ્બ્યુલન્સ ૧૦૮ મા લઇ ને હોસ્પિટલ તરફ જઇ રહયા હતાં ત્યારે અંકલેશ્વર ગડખોલ પાટીયા પાસે પોહચતા
ઈ. એમ.ટી. હિતેશભાઈ ને ડીલીવરી નાં લક્ષણો જણાતા ત્યારે ઇએમટી હિતેશભાઈ અને પાયલોટ સુલતાનભાઈ બન્ને ભેગા મળીને એમ્બ્યુલન્સ માં જ પ્રસૂતિ કરવી પડે એમ હતી અને સફળ પ્રસુતિ એમ્બ્યુલન્સ મા જ કરાવવામાં આવી
પ્રસુતી વખતે બાળક ના ગળા મા નાળ વીંટળાયેલ હોવાથી અમદાવાદ ૧૦૮ આોફિસ મા બેઠેલા ડોક્ટર સલાહ લઇને હેમખેમ બાળકના ગળા માથી નાળ ને કાઢી ને બાળકીનો જીવ બચાવી સફળ ડિલિવરી કરાવેલ સેજલબેન ને બાળકીનો જન્મ થયો હતો.
બાળકી ના જન્મ સમયે બાળકી કોઈ પણ પ્રકાર ની હળકત ના કરતા હિતેષભાઇ પાછા ડોક્ટર ની સલાહ મુજબ સારવાર આપી નવું જીવન પ્રદાન કરિયું હતું. સેજલબેન દીકરી નો જન્મ થયેલ જાણવા મળતા જ તેમનાં પરિવાર મા ખુશી નો મોહોલ જોવા મળ્યો.સેજલબેન અને બાળક ને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે ખસેડવામાં આવેલ છે.
૧૦૮ એમ્બુલન્સ ની ટિમ ની કામગીરી હોસ્પિટલ ના સ્ટાફ તેમજ સગર્ભા ના પરિવારજનો તેમજ ૧૦૮ ના મેનેજર અભિષેક ઠાકર અને અશોક મિસ્ત્રી ૧૦૮ ના ઇ એમ ટી હિતેશભાઈ તેમજ પાઇલોટ સુલતાનભાઈ ને ઉત્કૃષ્ટ કામગીરી બિરદાવી હતી
વિડીયો જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ