Satya Tv News

દુબઈથી દાહોદમાં આવેલ 3 ઇસમો કોરાના પોઝિટીવ નીકળ્યા હોવાની માહિતી સામે આવી છે. દુબઈથી દાહોદ આવેલ 3 ઈસમોનો કોરાના રિપોર્ટ પોઝિટીવ આવતા જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. ત્યારે આ ઇસમો અને સંપર્કમાં આવેલા 8 લોકોને ક્વોરન્ટાઇન કરાયા હોવાની માહિતી સામે આવી છે. તો આ તમામના રિપોર્ટ ઓમિક્રોન છે કે નહીં તે નક્કી કરવા માટે લેબમાં મોકલવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે ભારત અને બાદમાં ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે વિદેશથી આવતા ઘણા લોકો કોરોનાની ઝપેટમાં આવેલા હોય એવું જોવા મળી રહ્યું છે. સરકારે આ માત્ર નિયત્રણ અને નિયમો લાગુ કર્યા છે. ત્યારે જામનગરમાં સાઉથ આફ્રિકાથી આવેલા વૃદ્ધ ઓમિક્રોન પોઝિટીવ આવતા તંત્ર દોડતું થયું છે.

જણાવી દઈએ કે ગુજરાતમાં ઓમિક્રૉનની એન્ટ્રી થતાં તંત્ર વધુ સતર્ક બની ગયું છે. જામનગરના મોરકંડાના આધેડ વ્યક્તિમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા છે. આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જી.જી.હોસ્પિટલમાં આઇસોલેશન કરાયા છે.

તો આધેડ દર્દીના સંપર્કમાં આવેલા 10 લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે. જ્યારે 87 લોકોને ટ્રેસ કરાયા છે. ગત 28 નવેમ્બરે આધેડ ઝિમ્બાબ્વેથી પરત ફર્યા છે. 29 નવેમ્બરે શરદી-ઉધરસના લક્ષણો હોવાથી ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે રિપોર્ટ પોઝિટિવ આવતા આધેડને હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યારબાદ ઓમિક્રોનની શંકાના આધારે સેમ્પલ પુણે મોકલાયા હતા જેમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા છે.

error: