સરકાર દ્વારા હવે વિવિધ ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ખાનગી કરણને લઇ કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જેના પગલે ભરૂચના મકતમપુર વિસ્તારની દક્ષિણ ગુજરાત વીજ કંપનીના પ્રવેશદ્વાર નજીક કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન નોંધાવી ખાનગીકરણ સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો
સરકાર હવે સરકારની જ વિવિધ મિલકતોનું ખાનગીકરણ કરવા તરફ વળી રહી છે ત્યારે સરકારની દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું ખાનગીકરણ થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે જેના પગલે સમગ્ર ગુજરાતના વીજ કંપનીના કર્મચારીઓમાં પણ ખાનગી કરણ ને લઇ વિરોધનો વંટોળ ઉભો થયો છે જેમાં ગુજરાતના તમામ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓએ જે તે કચેરીમાં ફરજ નિભાવતા હોય તે તાલુકા અને જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જેના ભાગરૂપે ભરૂચના મકતમપુર રોડ ઉપર આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના પ્રવેશદ્વાર નજીક વીજ કંપનીના કર્મચારીઓએ ખાનગી કરણને લઇ બેનર સાથે વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો સરકાર સામે સૂત્રોચ્ચાર કરી ખાનગીકરણ ન કરવાની માંગ કરી હતી
વિડીયો જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ