નર્મદા જિલ્લામાં સરાહનીય કામગીરી કરી શાળા કોલેજમાં અભ્યાસ કરતી મહિલા, દીકરીઓ ની સલામતી માટે સતત તત્પર રહી ફરજ બજાવતી નિર્ભયા સકોર્ડની બહેનોની કામગીરી બાબતે અનેક સન્માન પણ મળ્યા છે. ગતરોજ બે લોકરક્ષક મહિલા કર્મચારીનું ફરકજ પર જતાં હતાં. ત્યારે અકસ્માત સર્જાતા મહિલા કર્મીનું મોત થતા પોલીસ વિભાગમાં ગમગીની જોવા મળી છે.
ગુજરાત રાજ્ય માં એક માત્ર નર્મદા જિલ્લામાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસ અધિક્ષકે નિર્ભયા સકોર્ડ બનાવી છે. આ સ્કોર્ડની બહેનો ગત 9 ડિસેમ્બરના બપોરે નિર્ભયાના ત્રણ લોકરક્ષક મહિલાઓ પોતાની સરકારી બાઇકો પર ફરજ અદા કરવા જઈ રહી હતી. જેમાં રેખાબેન હેમાભાઈ અને વર્ષાબેન ડુંગર બંને નવા વાઘપુર પાસે પેટ્રોલિંગ કરી ત્યારે ઝૂંડા ગામ નજીક એક્ટિવા સ્લીપ થતા બંને મહિલા કર્મીઓ ફંગોળાઈ ગઇ હતી. જેમાં મહિલા લોકરક્ષક વર્ષાબેન ગૌસ્વામીને ગંભીર ઇજા થતાં રાજપીપળા સિવિલ બાદ વડોદરા સારવાર અર્થે લઇ જવાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.