Satya Tv News

ટીકરી બોર્ડરથી આંદોલન સમેટી ઘરે પરત ફરતા સમયે પંજાબના 2 ખેડૂતનાં અકસ્માતમાં મોત થયાં છે. હરિયાણા નજીક હિસારના નેશનલ હાઈવે-9 NH-9 પર શનિવારે વહેલી સવારે 7 વાગ્યે ખેડૂતોની ટ્રોલીને ટ્રકે અડફેટે લીધી હતી. આ દુર્ઘટનામાં પંજાબના મુક્તસર સાહિબ નિવાસી ખેડૂત સુખવિંદર અને અજયપ્રીતનાં મૃત્યુ થયાં છે, જ્યારે 5 ખેડૂત ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2ને હોસ્પિટલ ખેસેડાયા છે.

મળતી માહિતી મુજબ, આંદોલન પૂરું થયા પછી ખેડૂત NH-9થી પંજાબ જઈ રહ્યા હતા. એવામાં જ્યારે ખેડૂતો હિસારમાં ઢંડૂર પાસે બગલા રોડના વળાંક પાસે પહોંચ્યા ત્યારે અચાનક પૂરઝડપે આવી રહેલી ટ્રકે ટ્રોલીને અડફેટે લીધી હતી. બંને વચ્ચે ટક્કર થતાં જ ટ્રોલી ઘટનાસ્થળે પલટી ગઈ અને એમાં મુક્તસર સાહેબના ખેડૂત સુખવિંદર સિંહ 38 નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

આ દુર્ઘટનામાં ગંભીર રૂપે ઈજાગ્રસ્ત અજય પ્રીત 38 અને દારા સિંહ 55ને ચૂડામણિ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અહીં સારવાર દરમિયાન બીજા ખેડૂત અજયપ્રીતનું પણ મોત થયું છે. આ ઘટનામાં ટ્રોલીમાં સવાર આશાબટ્ટુરના નિવાસી મોગા સિંહે કહ્યું હતું કે રાત્રે ટીકરી બોર્ડરથી અને સ્વરાજ ટ્રેક્ટર પાછળ 2 ટ્રોલી જોડી હતી, જેને ઢંડૂર ગામ પાસે ટ્રકે પાછળથી ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ટ્રકની ટક્કર બાદ સૌથી પાછળ જોડેલી ટ્રોલીનું એક્સલ તૂટી ગયું અને એ આગળની પહેલી ટ્રોલીની અંદર ઘૂસી ગઈ હતી, જેને કારણે પહેલી ટ્રોલીમાં સવાર 8 ખેડૂત ઈજાગ્રસ્ત થયા હતા. એટલું જ નહીં, આ ટક્કરને પરિણામે ટ્રેક્ટરચાલકે પણ સંતુલન ગુમાવી દીધું અને એ હાઈવે પાસેની ગ્રિલ સાથે અથડાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં એક ખેડૂતનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

error: