Satya Tv News

સુરત સિવિલમાં દારૂના સેમ્પલ માટે લવાયેલો આરોપી કુદરતી હાજતે જવાનું કહીને બાથરૂમની બારીનો કાચ તોડી ભાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતની સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં દારૂના સેમ્પલ માટે લવાયેલા અડાજણ પોલીસ સ્ટેશનનો એક આરોપી બાથરૂમની બારીનો કાચ તોડી ભાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આજે સવારે બનેલી આ ઘટના બાદ જવાબદાર પોલોસ કર્મચારીઓએ અડાજણ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસ કર્મચારી એ કહ્યું હતું કે, 151ની કલમ હેઠળ અટકાયત કરી દારૂના સેમ્પલ માટે લાવ્યા હતા.

સિવિલની સિક્યુરિટી ગાર્ડએ જણાવ્યું હતું કે, આરોપીને લાવ્યા બાદ તેણે કુદરતી હાજતે જવાની વાત કરતા બાથરૂમમાં લઈ જવાયો હતો. અંદરથી દરવાજો બંધ કરી આરોપીએ ટોયલેટની બારીના કાચ તોડી નાનકડી બારીમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. બારીમાંથી કૂદી માર્યા બાદ આરોપી સિવિલ હોસ્પિટલની દીવાલ ઓળંગી રીંગરોડ તરફ નીકળી ગયો હતો. જાણ થયા બાદ પોલીસ કર્મચારીઓ પકડવા દોડ્યા પણ હતા.પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું કે, બે આરોપી પૈકી રવિ નામનો આરોપી ભાગી ગયો છે. જે બાબતે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. સાથી આરોપીએ પોતાનું નામ મનોજ પટેલ બતાવ્યું હતું, અને દારૂ પીધેલી હાલતમાં પકડાયા હોવાનું જણાવ્યું હતું. હાલ અડાજણ પોલીસ સ્ટેશનના કર્મચારીની કસ્ટડી દરમિયાન સિવિલમાંથી આરોપી ભાગ્યો હોવાનું સામે આવ્યું છે.

વિડીયો જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સત્યા ટીવી સુરત

error: