જેમાં મોટી સંખ્યામાં લોકોએ આનંદ માણ્યો હતો. જેના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે સબ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અંકલેશ્વર, રમેશ ભાઈ ભગોરા સાહેબ, ઉદ્ઘાટક તરીકે JCI ઝોન પ્રમુખ જેસી ઈશાન અગ્રવાલ પધાર્યા હતા. JCI અંકલેશ્વર પ્રમુખ જેસી કિંજલ શાહ પ્રોજેક્ટ ચેરમેન જેસી સિયા મોહન શુક્લા, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જેસી તેજસ પંચાલ, જેસી ભરત ભાનુશાલી, જેસી પ્રતીક વોરા અને જેસીરેટ ચેરપર્સન જેસીરેટ નેહા મોદી અને જેસીઆઇ અંકલેશ્વરના ભૂતપૂર્વ પ્રમુખશ્રીઑ, અંકલેશ્વરના સભ્યો હાજર રહ્યા હતા.
આ JCI અંકલેશ્વરના ટ્રેડ એન્ડ ફનફેર મા ઑટો સેક્ટર, ફાઈનાન્સ સેક્ટર, એજ્યુકેશન સેકટર, કોમર્શિયલ સેક્ટર, નાનીમોટી વિવિધ વસ્તુઓ અને ખાણી પીણીના સ્ટોલ રાખવામાં આવેલા. બાળકો માટેનાં વિવિધ મનોરંજક રાઇડ્સ, ચકડોળ, જમ્પિંગ, ડ્રેગન ટ્રેન, વગેરે લગાવવા માં આવ્યા હતાં. બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડ્રોઈંગ કોમ્પીટીશન, કલર કોમ્પિટિશન, ડાન્સ કોમ્પીટીશન, ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન , ૧ મિનિટ ગેમ, તોલમોલ કે બોલ, તથા અન્ય ઘણા મનોરંજક પ્રોગ્રામ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા, જેમાં દરેક બાળકોને પ્રોત્સાહિત ઈનામ અને વિજેતા ને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ એક દિવસ સિલુડી ગામ પ્રાથમિક શાળાના સો ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓને લાવી, ફ્રીમાં વિવિધ રાઇડ્સ માં બેસાડવામાં આવ્યા હતા બાળકોને મનોરંજન માટે ડીજે પર ડાન્સ અને વિવિધ પ્રોગ્રામ કર્યા હતા તથા બાળકો ને જમાડી ત્યારબાદ ઇનામ આપવામાં આવ્યાં હતા. આ ફનફેર દરમિયાન લોકોને 20,000 જેટલા માસ્કનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું.