Satya Tv News

ઉત્તરાયણ પહેલા જ મહિલાના જીવનની દોરી કપાઈ

ભૃગુઋષિ બ્રિજ પરની ઘટના દોરી વાગતા મહિલા ત્યાં જ ફસડાઈ પડી.

ગુજરાતમાં ઉત્તરાયણના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી બચ્યાં છે, ત્યારે પતંગની દોરી ફરીથી વાહન ચાલકો અને રાહદારીઓ તેમજ ઉડતા પક્ષીઓ માટે પ્રાણ ઘાતક બની રહી છે. આવો જ એક કિસ્સો ભરૂચમાંથી સામે છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલા અરૂણોદય બંગલોઝમાં રહેતાં અંકિતા હિરેન મિસ્ત્રી (ઉં.વ.30) શહેરના ભોલાવ ભૃગુઋષિ બ્રિજ પર જાડેશ્વરથી શક્તિનાથ સુધી પોતાના ટૂ વ્હીલર પર પસાર થઈ રહ્યાં હતા. આ દરમિયાન અચાનક પતંગની ધારદાર દોરી અંકિતાના ગળામાં ફસાઈ જતાં તેઓ ત્યાંજ ફસડાઈ પડ્યા હતા.જે બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત અંકિતાબેનને તાત્કાલીક 108ની મદદથી સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું.

error: