સુરતના ફુલપાડા વિસ્તારને મળી નવી પાઈપલાઈન
છેલ્લા 5 વર્ષ થી સ્થાનિકોને પીવાના પાણી માટે હાલાકી
જમીન થી6 ફૂટ ઊંડી પાણીની પાઇપલાઇનને પગલે પાણી મળતું ના હતું
સ્થાનિક કોર્પોરેટરની માંગના પગલે પાઇપલાઇન થઈ મંજુર
પાઇપલાઇન મંજુર થતા કરાયું આજરોજ ખાત મુહરત
સુરત ના ફુલપાડા ખાતે 40 વર્ષ પહેલાં નાખેલી પાણી ની લાઇન 6 ફૂટ નીચે જતી રહેતા પીવા ના પાણી ની સમસ્યા સર્જાતા આજરોજ નવી પાઇપ લાઇન નું ખાત મુહરત કરાયું..
સુરત મા વર્ષો પહેલા પાણી ની.લાઇન નાખવામાં આવી હતી જેને 40 જેટલા વર્ષો વીતી ગયા છે અને તે પાણી ની.પાઇપલાઇન પર થર જામતા ગયા અને અત્યારે 56 ફૂટ જેટલી અંદર જતી.રહી છે પાઇપલાઇન ઊંડી.જતી રહેતા પાણી ની.પાઇપલાઇન માં જે પ્રેશર આવવું જોઈએ તે આવતું ના હોવાથી લોકો ને પીવા ના પાણી.માટે ખૂબ અગવડતા પડતી હતી.ફુલપાડા ના રહીશો છતાં પાણીએ તરસ્યા જેવક ઘાટ સર્જાયો હતો.આજ થી4 વર્ષ પહેલાં નવા પાઇપલાઇન ની માંગ કરી અરજી કરાઈ હતી જોકે ફાઇલ દફતરે થઈ જતા કોઈ કામગીરી ના થઇ હતી.તેવામાં સુરત ના ફુલપાડા વોર્ડ ના આમ આદમી પાર્ટી ના કોર્પોરેટર દ્વારા પાલિકા માં રજુઆત કરી નવી પાઇપલાઇન ની માગ કરી હતી..જેના પગલે આજરોજ પાઇપલાઇન મંજુર થઈ જતા સ્થાનિક કોર્પોરેટર દ્વારા ખાત મુહરત કરવામાં આવ્યું હતું.હવે આ અવિસ્તાર ના લોકો ને પીવા નું પાણી સમયસર મળી રહેશે અને અંદાજીત છેલ્લા 5 વર્ષ થી પીવા ના પાણી માટે વલખા મારતા સ્થાનિકો ને પૂરતું પીવાનું પાણી મળી રહેશે.
વિડિઓ જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે સત્યા ટીવી સુરત