Satya Tv News


અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે આવેલ પેટ્રોલ પંપના કર્મી સાથે 1.30 લાખની ઠગાઇ

રામેશ્વર પેટ્રોલિયમના કર્મચારીને નોટ બદલાવનું કહી ગઠિયો ઠગી થયો ફરાર

500,2000ની રૂપિયાની નોટો મળી 1.30 લાખની રોકડ લઇ ગઠિયો રફુચક્કર

ઘટનાને અંજામ આપનાર ગઠિયો સીસીટીવીમાં કેદ થયો

છેતરપિંડી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી


અંકલેશ્વર પંથકમાં પેટ્રોલ પંપ પરથી રૂપિયા પડાવવાનો જૂન કીમિયો સક્રિય થવા પામ્યો છે. જેમાં અંકલેશ્વરના મહાવર ટર્નિંગ પાસેના રામેશ્વર પેટ્રોલિયમના કર્મચારીને નોટો બદલવાનું કહી ગઠિયો રૂપિયા 1.30 લાખની રોકડ રકમ લઇ પલાયન થઇ જતા ચકચાર મચી જવા પામી હતી. જોકે ગાઠોયાની સમગ્ર ગીતવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.


પોલીસ સૂત્રીય મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના મહાવીર ટ્રનિંગ પાસે રામેશ્વર પેટ્રોલ પંપ પર વિનોદ વસાવા કામ કરી રહયા હતા. તે દરમ્યાન એક 40 વર્ષીય ઈસમે વિનોદ વસાવાને રૂપિયા 100ના દરની નોટોના બદલામાં 500 અને 2000 હજારની નોટો આપવા કહ્યું હતુ. જેથી વિનોદ વસાવાએ પંપના માલિકને કહ્યા વગર નહિ આપવા જણાવતા અજાણયા ઈસમે પંપના મલિક સાથે વાત કરતા વિશ્વાસમાં આવી રૂપિયા 1.30 લાખની રોકડ આપી હતી. ત્યારબાદ હેંક્સઝોન આર્કેડમાં આવેલ બાળકોની હોસ્પિટલમાંથી 100ની નોટો લેવા કહી પીઝા શોપ પાસેથી ગઠિયો રોકડ લઇ ફરાર થઇ ગયો હતો. જે અંગે વિનોદ વસાવાએ પેટ્રોલ પંપના માલિકને જણાવતા પોતાની સાથે વિશ્વાસઘાટ અને ઠગાઇ થઇ હોવાનું અનુભવ્યું હતુ. આ સમગ્ર ઠગાઇની ઘટના પેટ્રોલ પંપ અને પીઝા શોપના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી.

જેથી વિનોદ વસાવાએ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં રૂપિયા 1.30 લાખની ઠગાઇ અંગેની ફરિયાદ આપતા શહેર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગઠીયાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: