કીમ કુડસદમાં પરમીશન કરતા વધુ માટી ખનન કરવા મુદ્દે 83 લાખનો દંડ
ગ્રામજનો દ્વારા વિરોધ કરી ભૂસ્તર વિભાગને ફરિયાદ કરાઇ હતી
ભૂસ્તર વિભાગે ઓલપાડ મામલતદારને દંડ વસુલાત કરવા આદેશ કર્યો
ઓલપાડ તાલુકાના કુડસદ ગામે સર્વે નમ્બર 4 માંથી પરમીશન કરતા વધુ માટી ખોદી વેપલો કરાતા ભૂસ્તર વિભાગે 83 લાખનો દંડ ફટકારતા સદર પ્રવૃત્તિ માં સામેલ ઇસમોમાં સોંપો પડી ગયો છે.
આ અંગે મળતી વિગત મુજબ ઓલપાડ તાલુકાના કુડસદ ગામે સર્વ નંબર 4 વાળી જગ્યા આવેલી છે.સદર જમીન(તળાવ)માં 5 હજાર મેટ્રિક ટન માટી ખોદવાનો પરવાનો શંકરલાલ ગહેરીલાલ કલાલ (રહે ,એ -30 સાઈ બંગલોઝ,સાયણ,તા -ઓલપાડ)ને અપાયો હતો.સદર જમીનમાં પરમીશન કરતા વધુ માટી ખોડાઈ હોવાનું ગામના જાગૃતલોકોને થતા વિરોધ થયો હતો.અને તંત્ર જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠતા તેઓ દ્વારા સદર બાબતે તારીખ 11/1/2021 ના રોજ કુડસદ ગામના જાગૃત નાગરિક રાહુલભાઈ પટેલ અને અન્ય ગ્રામજનોએ માટી ખનન અંગે ભૂસ્તર વિભાગને લેખિત ફરિયાદ કરી હતી.જોકે ત્યારબાદ ચોમાસામાં તળાવમાં પાણી ભરાતા કે પછી જાણી જોઈને પાણી ભરી દેવામાં આવ્યું હોય જેથી તપાસ અટકી પડી હતી.જે બાબત ભૂસ્તર વિભાગની ટીમે ફરિયાદ અનુસંધાનમાં તપાસ કરતા લાખોની માટીનો જથ્થો બીનઅધિકૃત રીતે ખોદી કાઢી નિકાસ કરી દીધાનું સામે આવ્યું હતું.વિગત મુજબ તંત્ર દ્વારા ૫૦૦૦ મેટ્રિક ટનની પરમીશન આપવમાં આવી હતી પરંતુ શંકરલાલ કલાલ દ્વારા બિન અધિકૃત રીતે કાયદાથી પરે જઈ ૩૩૯૯૦ મેટ્રિક ટન જથ્થો વધુ ખોદી નિકાસ કર્યો હોવાનું ભૂસ્તર વિભાગની તપાસ માં બહાર આવ્યું હતુ.5 હજાર મેટ્રિક ટનને બદલે 33,990 મેટ્રિક ટન માટીનો જથ્થો વધુ કાઢી નિકાસ કરી દેવાયો છે.બિન અધિકૃત રીતે સાદી માટી ખનીજના ખનન કેસ પેટનું રૂપિયા 59,23,292 અને પર્યાવરણ ને નુકશાન પહોંચાડવા પર્યાવરણ વળતરની વસુલાત પેટની રકમ 24,38,800 મળી કુલ્લે 83,62,092 રૂપિયાનો દંડ વ્યાજ સહિત વસૂલવા ઓલપાડ મામલતદારને ભૂસ્તર વિભાગે આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે.ભૂસ્તર વિભાગેની સદર કામગીરી થી સદર પ્રવૃત્તિ કરતાં ઇસમોમાં સોંપો પડી ગયો હોવાનું જાણવા મળે છે.
વિડિઓ જર્નાલિસ્ટ કિશોર સોની સાથે દત્તરાજસિંહ ઠાકોર સત્યા ટીવી કીમ