પાસોદરામાં ગ્રીષ્માની હત્યા થયા બાદ આ પેજ બનાવ્યું હતું
સોશિયલ મીડિયા પર પેજ બનાવી તેમાં ગુજરાત પોલીસના લોગોનો કર્યો ઉપયોગ
પેજ બનાવી લોગોનો ઉપયોગ છેતરપિંડીનો પ્રયાસ કરવાનો પર્દાફાશ
લોકોને સોશિયલ મીડિયાની સાઈડ પર ક્યારેય ભરોસો ન કરવો
મૂળ સૌરાષ્ટ્ર ના બોટાદ જીલાના ઢસા ગામના વતની અને સુરતના પાસોદરા ખાતે રહેતા પ્રહલાદ શાંતિ ભાઈ રાજપરાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરતનું સોશિયલ મીડિયા પર પેજ બનાવી તેમાં ગુજરાત પોલીસના લોગોનો ઉપયોગ કર્યો હતો. જેને પગલે સુરત સાયબર ક્રાઇમે પોતે ફરિયાદી બનીને આરોપી પ્રહલાદ શાંતિ રાજપરાની સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે.
પાસોદરામાં ગ્રીષ્માની હત્યા થયા બાદ વોલેન્ટિર પ્રહલાદ રાજપરાએ સોશિયલ મીડિયા પર એક પેજ બનાવ્યું હતું.જેમાં ખાસ કરીને મહિલાઓની છેડતીને લઈ તેની સુરક્ષા માટે હેલ્પ કરવાની વાત કરી હતી. આ પેજમાં તેણે પોતાનો વોટસએપ મોબાઇલ નંબર આપ્યો હતો. જેના પર મહિલાઓને સંપર્ક કરવા જણાવ્યું હતું. પોલીસની જાણ બહાર તેણે આ પેજ બનાવી દીધું હતું. એટલું જ નહિ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરતના પેજમાં વોલેન્ટિયર પ્રહલાદ રાજપરાએ પોતાની ઓળખ હેડ ઓફ સુરત સાયબર ક્રાઇમ સેલ તરીકે આપી હતી. આમ તો વર્ષ 2019થી સુરત શહેરમાં સાયબર ક્રાઇમ સેલમાં 500થી વધુ વોલિયન્ટર અલગ અલગ વિસ્તારોમાં નિમણુંક કરવામાં આવેલી છે.આજના યુગ સોશીયલ મીડિયા નું યુગ થી ગયો છે ત્યારે સોશિયલ મીડિયાની ઉપયોગના લોકો લોભામણી લાલચ આપીને ઠગાઇનો પણ અંજામ આપી રહી છે ત્યારે લોકોએ આવી સાઈડ ઓપન n કરવી અને કોઈ પણ પ્રકારની લેવડ દેવડ ન કરવા પણ પોલીસે અપીલ કરી રહી છે કારણ કે હાલ માં ઓન લાઈન ફ્રોડના બનાવો પણ સુરત અને રાજ્યમાં વધી થયા છે ત્યારે લોકોને પણ આવી લાલચ માં તે જરૂરી બન્યું છે નહી તો તમે સાયબર ક્રાઈમ નો ભોગ બની શકો છો.
વિડિઓ જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત