પાસોદારામાં અનેક લોકોની હાજરી વચ્ચે ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલ સામે આજે શુક્રવારના રોજ ચાર્જફ્રેમ કરવામાં આવશે. ગુરુવારના રોજ કેસની મુદત દરમિયાન આરોપીને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રજૂ કરાયો હતો. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ 80 જેટલાં દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતા. ફેનિલ કોર્ટમાં રજૂ થાય ત્યારે કડક પોલીસ બંદબસ્ત રહેનાર છે.
પાસોદરામાં ખીચોખીચ એરિયામાં ગ્રીષ્માની હત્યા કરી દેવામાં આવી હતી આરોપીએ પબ્લિકની હાજરીમાં ગ્રીષ્માના ગળા પર ચપ્પુ ફેરવી દીધુ હતુ. જો કે, બાદમાં પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ બાદ તેને જેલ હવાલે કર્યો હતો. કઠોર કોર્ટથી કેસ સુરત ટ્રાન્સફર થતા આજે આરોપી સામે એફએસએલ, પીએમ રિપોર્ટ સહિતના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.