Satya Tv News

યુક્રેને કિવથી લગભગ 48 કિમી દૂર રશિયાની સેનાના મેજર જનરલ આંદ્રે સુખોવત્સ્કીની ગોળી મારીને હત્યા કરી દીધી છે. યુદ્ધની વચ્ચે સુખોત્સ્કીની હત્યાને રશિયા માટે મોટો ઝટકો માનવામાં આવે છે. જ્યારે, રશિયન સેનાએ હજી સુધી મેજર જનરલના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

રશિયન સૈન્ય સૂત્રોએ ડેઈલી મેલને જણાવ્યું કે મેજર જનરલને એક સ્નાઈપરે ગોળી મારી હતી. શનિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સુખોવેત્સ્કી 47 વર્ષની હતા અને તેઓ એક મિલિટરી એકેડમીમાંથી પાસ આઉટ થયા પછી, તેણે પ્લાટૂન કમાન્ડર તરીકે સેનામાં સેવા આપવાનું શરૂ કર્યું હતું. હાલમાં તેઓ રશિયન સેન્ટ્રલ ફોર્સની 41મી બટાલિયનના ડેપ્યુટી કમાન્ડર તરીકે તહેનાત હતા.

કિવથી લગભગ 48 કિમી દુર યુક્રેનના સ્પેશિયલ ઓપરેશન દરમિયાન રશિયાના મેજર જનરલને ગોળી મારવામાં આવી હતી.

યુક્રેન પર હુમલા દરમિયાન 9 દિવસમાં અત્યાર સુધીમાં 490થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે 498 સૈનિકોના મૃત્યુની પુષ્ટિ કરી હતી. જ્યારે, યુક્રેન મીડિયાએ દાવો કર્યો છે કે 9,000 થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે, જ્યારે 2,800 થી વધુ યુક્રેનિયન સૈનિકોએ પણ જીવ ગુમાવ્યો છે.

રશિયાની સેનાએ યુક્રેનની રાજધાની કિવ સહિત અનેક સ્થળોને ઘેરી લીધા છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને દાવો કર્યો છે કે રશિયા હવે કાળા સમુદ્રની નજીક માયકોલોવ શહેર પર હુમલો કરી શકે છે. અહીં એક કોસ્ટગાર્ડ રશિયન સેનાના નિશાના પર છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન પર કબ્જો કરવાનો પ્લાન બનાવી લીધો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પુતિન સાથે ફોન પર વાતચીત બાદ આ દાવો કર્યો છે.

કિવની નજીક યુક્રેનના સેનાના બટાલિયન ઈજનેર વિટાલી સ્કાકુનનું પણ ગયા દિવસોમાં મોત થયુ હતુ. એક પુલ ઉડાવવા દરમિયાન સ્કાકુન મોતને ભેટ્યા હતા. રશિયા સામે યુદ્ધ માટે સમગ્ર યુક્રેનમાં માર્શલ લો લાગું છે. સેનાએ સામાન્ય લોકોને પણ હથિયાર આપવાનો નિર્ણય લીધો છે.

error: