પંચાયતના ચૂંટાયેલા ત્રણ સભ્યોએ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા કલેકટર તથા જિલ્લા પંચાયતને રજૂઆત કરી છે.
ઝઘડિયા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થયાને બે માસ કરતા વધુ સમય વીતી ગયો છતાં હજી ઉપસરપંચની ચૂંટણીનો વિવાદ કેટલીક પંચાયતમાં સમતો નથી. ઝઘડિયા તાલુકાના દુમાલા વાધપુરા ગ્રામ પંચાયતમાં હજી ઉપ સરપંચ તરીકે કાયમી નિમણુક કરવામાં આવી નથી. ગ્રામ પંચાયતના ચૂંટાયેલા ત્રણ સભ્યો આસિફ અહેમદભાઇ શેખ, પિન્ટુબેન વિજયભાઈ વસાવા, ફાલ્ગુનીબેન હિતેશભાઇ પારેખે તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયા, જિલ્લા કલેકટર તથા જિલ્લા પંચાયત ભરૂચ અને આગામી તા. ૭.૩.૨૨ ના રોજ યોજાનારી ગ્રા.પં.ની ઉપ સરપંચ ચૂંટણીનો કાર્યક્રમ મોકૂફ રાખવા લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તા. ૭.૩.૨૨ ના રોજ ઉપસરપંચની ચૂંટણી બેઠકનું આયોજન કરેલ છે તે ખોટી રીતે અને ગેરકાયદેસર રીતે તેમજ કુદરતી ન્યાયનો સિદ્ધાંત અને વિરુદ્ધમાં એકમાત્ર તાલુકા પંચાયતમાં બેઠેલા સત્તાધિશ ઉપ પ્રમુખ ની શહે માં આવી કરેલ છે અને પંચાયત રુલ્સ એન્ડ રેગ્યુલેશન તથા ચૂંટણી પંચના કાયદેસરના નિયમોનું ઉલ્લંઘન કરીને કરેલ છે. અગાઉ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તા ૧૫.૨.૨૨ ના રોજ ઉપ સરપંચની ચૂંટણીમાં આવેલ વાંધા અરજી બાબતે તમામ સભ્યોએ હાજર રાખી સુનાવણી કરવામાં આવી હતી તે કામે જીલ્લા વિકાસ અધિકારીએ કોઇ હુકમ કર્યો હોય તે તેમની જાણમાં નથી અથવા તેમને ટપાલ દ્વારા આજદિન સુધી હુકમની બજવણી કરવામાં આવી નથી, જેથી જ્યાં સુધી તમામ સભ્યોને જિલ્લા વિકાસ અધિકારીનો હુકમ કાયદેસર રીતે બજાવવામાં ના આવે ત્યાં સુધી કોઈ ઉપસરપંચની ચૂંટણી થઈ શકે નહીં તેમ છતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઉપ સરપંચની ચૂંટણી યોજવા અંગે નો કાર્યક્રમ સત્તાધારી પક્ષની શહે માં ગેરકાયદેસર દબાણમાં આવીને કરેલ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લા વિકાસ અધિકારીનો હુકમ નો પત્ર તા. ૩.૩.૨૨ ના રોજ નો છે અને તંત્રને ફક્ત માત્ર દુમાલા વાઘપુરા પંચાયતમાં જ રસ હોય તેમ તા.૪.૩.૨૨ ના એજન્ડા કાઢી તા.૭.૩.૨૨ ના રોજ મીટીંગનું આયોજન કરેલ છે જે દેખીતી રીતે જ કાયદાનો છડેચોક ભંગ કરતું કૃત્ય છે અને માત્ર ત્રણ દિવસના સમયગાળામાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખની શહે માં આવી ગેરકાયદેસર મિટિંગનું આયોજન કરેલ છે, જેથી તે અમને કબૂલ મંજૂર નથી. અરજદારોએ જીલ્લા વિકાસ અધિકારીના હુકમ બજવણી થયેથી તેમા થયેલ હુકમ વિરુદ્ધ કાયદેસરની સમય મર્યાદામાં હુકમ વિરુદ્ધ હાઈકોર્ટ માં જનાર છે જે ધ્યાને લઈ ૭.૩.૨૨ની ઉપસરપંચની ચૂંટણીની નોટીસ પરત ખેચવા રજુઆત કરી છે.
વિડિઓ જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા