ગુજરાતની જનતાને તારીખ 22 માર્ચથી જોરદાર ઝટકો લાગવાનો છે. મોંઘવારીના મારમાં પિસાતી જનતાને વધું એક મોટો ઝટકો લાગવાનો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીકવામાં આવશે. ગુજરાત એસોસિએશનના જણાવ્યા અનુસાર પેટ્રોલમાં પ્રતિ લીટરે 79 પૈસાનો વધારો થશે અને ડીઝલમાં પ્રતિ લીટરે 85 પૈસો વધારો થશે.
આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના જથ્થાબંધ ખરીદી કરતા લોકોને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલના જથ્થાબંધ વેચાણમાં પ્રતિ લિટરે 25 રૂપિયાનો વધઆરો કરી દેવામાં આવ્યો છે. આપ વિચારી રહ્યા હશો કે, બલ્ક બાયર અથવા બ્લક બાઈંગ શું હોય છે. અહીં બલ્કનો અર્થ થાય છે જથ્થાબંધ એટલે કે, પેટ્રોલ અને ડીઝલ જથ્થાબંધ ખરીદી કરનારા લોકો. તેલ કંપનીએઓએ આ ખરીદી કરનારા લોકોને પ્રતિ લિટર પેટ્રોલ અને ડીઝલના ભાવ 25 રૂપિયા સુધી વધારી દીધા છે. હકીકતમાં આ જથ્થાબંધ ખરીદદાર એ લોકો હોય છે, જે તેલ કંપનીઓથી ટેંકર ભરી ભરીને તેલ ખરીદે છે. એમ સમજો કે, કોઈ ફેક્ટ્રી માલિક તેલ કંપનીઓ પાસેથી ટેન્કર ભરીને તેલ ખરીદે છે.
એક તરફ જથ્થાબંધ તેલના ભાવમાં વધારો થયો છે, તો બીજી તરફ છૂટક તેલના ભાવ 135 દિવસથી સ્થિર છે. જથ્થાબંધ ભાવમાં વધારો થવા પાછળ રુસ-યુક્રેન યુદ્ધને જવાબદાર માનવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે છૂટક તેલ પણ બહારથી આવે છે, તો પછી તેના દરમાં કેમ કોઈ વધારો નથી થતો ? જવાબ સરળ છે કે સરકાર તેલની કિંમતોનો બોજ સામાન્ય જનતા પર નાખવા માંગતી નથી. બીજી તરફ જથ્થાબંધ ખરીદદારો જેમ કે, જે કારખાનાઓ, એરપોર્ટ, બસ ડેપો, પરિવહન , મોલ વગેરે ચલાવે છે તેઓએ તેલના ઊંચા ભાવ ચૂકવવા પડશે. તાજેતરનો નિર્ણય આ મોટા ગ્રાહક વર્ગ માટે છે.
હાલમાં જથ્થાબંધ ખરીદદારો માટે તેલના રેટ 25 રૂપિયા પ્રતિ લિટર સુધી વધી ગયા છે. જો ઓપરેટિંગ કોસ્ટ. જો તમે ઓપરેટિંગ ખર્ચ ઉમેરશો, તો તે 27% આસપાસ જશે. એક સૂત્રએ જણાવ્યું કે તેની સીધી અસર સામાન્ય લોકો પર જોવા મળશે, પરંતુ ધીરે ધીરે. જો કોઈ ફેક્ટરી ઓઈલ કંપની પાસેથી મોંઘા ભાવે ઓઈલ ટેન્કર ખરીદે છે, તો તે તેને તેના માલમાં ઉમેરશે. જ્યારે સામાન તૈયાર થઈને બજારમાં આવશે છે, ત્યારે તેના દરમાં કેટલાંક ટકાનો વધારો થશે. તે સ્વાભાવિક છે કે, લગભગ તમામ કંપનીઓ કાચા માલ અને ઓપરેટિંગ ખર્ચમાં વધારાને કારણે તેમનો માલ મોંઘો બનાવે છે. ભવિષ્યમાં પણ આવું જ જોવા મળશે. જો શાકભાજીનું પરિવહન ટ્રક દ્વારા કરવામાં આવે અને ટ્રકનું તેલ મોંઘું ખરીદ્યું હોય તો પરિવહન ખર્ચ વધી જાય છે. અંતે શાકભાજીના ભાવ પણ વધશે.