Skip to main content

Satya Tv News

અંકલેશ્વર શહેરના બે અગલ અલગ સ્થળોએથી એકટીવા ચોરી

બે વાહનોની ચોરી કરી વાહન ચોરો ફરાર

વાહન ચોરો ત્રાટકી તેઓની 1.40 લાખની બાઈકની ચોરી કરી ફરાર

અંકલેશ્વર શહેરના બે અગલ અલગ સ્થળોએથી એકટીવા મળી બે વાહનોની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વરની જીનવાલા સ્કૂલની પાછળ આવેલ ગંગાજમના સોસાયટીમાં રહેતા મિહિર નિલેશભાઈ રાણાએ પોતાના સંબંધીની કે.ટી.એમ.બાઈક નંબર-જી.જે.16.સી.કે.7814 લઇ અંકલેશ્વર શહેરની જનક વાટિકા સોસાયટી માં પોતાની ફોઈના દીકરાના લગ્ન પ્રસંગે ગયો હતો જેણે જ નક વાટિકા સોસાયટી એશિયાડ નગરની ખુલ્લી જગ્યામાં બાઈક પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની 1.40 લાખની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બાઈક ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જયારે અંકલેશ્વરના દિવા રોડ ઉપર આવેલ યશોધરા બંગલોઝમાં રહેતા વિવેક જયરામ પટેલે પોતાની એક્ટિવા નંબર-જી.જે.16.ડી.ઇ.6452 અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત જીમખાના નજીક ભરૂચ રોડ ઉપર પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની 40 હજારની એક્ટિવાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા વાહન ચોરીના બંને મામલે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: