Satya Tv News

એક તરફ ગરમીનો પારો 40 ને પાર પહોંચી ગયો છે, તો બીજી તરફ મોંઘવારીનો પારો પણ વધી રહ્યો છે. ગરમીનો પારો વધતા લીલા શાકભાજી અને લીંબુના ભાવમાં વધારો થયો છે. દરેક શાકભાજીના પ્રતિ કિલોના ભાવમાં પાંચ થી દસ રૂપિયાનો વધારો થયો છે. તો લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ લીંબુ 170 થી 200 રૂપિયા પ્રતિકિલોના ભાવે મળી રહ્યા છે. શાકભાજીનું ઉત્પાદન ઘટવાથી ભાવમાં વધારો થયો છે. સાથે જ ઈંધણના ભાવમાં વધારો થતા શાકભાજી બહારથી લાવવા મોંઘા પડી રહ્યા છે. જેના કારણે પણ ભાવમાં વધારો થયો છે. વેપારીઓનું કહેવું છે કે, શાકભાજીના ભાવ હજુ પણ વધશે.

શાકભાજીના ભાવ પ્રતિ કિલો

કોબી 40 રૂપિયા ,ફ્લાવર 40 રૂપિયા ,ભીંડા 60 રૂપિયા ,દૂધી 30 રૂપિયા
ફણસી 80 રૂપિયા ,કેપ્સિકમ 80 રૂપિયા ,ગુવાર 80 રૂપિયા
વટાણા 50 રૂપિયા ,ગિલોડા 60 રૂપિયા ,રીગણ 45 રૂપિયા
રવૈયા 60 રૂપિયા ,સરગવો 50 રૂપિયા ,ગલકા 50 રૂપિયા
તુરિયા 40 રૂપિયા ,કાચી કેરી 60 રૂપિયા ,કારેલા 50 રૂપિયા
ટામેટા 30 રૂપિયા ,મરચા 120 રૂપિયા ,લીબુ 160 થી 180 રૂપિયા
આદુ 50 રૂપિયા ,પાલક 40 રૂપિયા ,મેથી 40 રૂપિયા ,ધાણા 50 રૂપિયા
લીલું લસણ 60 રૂપિયા ,લીલી ડુંગળી 40 રૂપિયા

error: