Satya Tv News

સામાન્ય લોકોને ફરી મોંઘવારીનો માર લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો નોંધાયો છે. ઓઈલ કંપની IOCLના લેટેસ્ટ રેટ પ્રમાણે દિલ્હીમાં પેટ્રોલની નવી કિંમત 101.81 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 93.07 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. તે જ સમયે, મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 84 પૈસાનો વધારો થયો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 116.72 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડીઝલની કિંમત 100.94 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં છેલ્લા 10 દિવસમાં 9મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.

આ સાથે દેશના અન્ય મોટા શહેરોની વાત કરીએ તો ચેન્નાઈમાં આજે એક લિટર પેટ્રોલમાં 76 પૈસાનો વધારો નોંધવામાં આવ્યો છે. કિંમતમાં વધારા બાદ અહીં પેટ્રોલ 107.45 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. તે જ સમયે, ડીઝલની કિંમત 97.52 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. કોલકાતા શહેરની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમતમાં 83 પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલની કિંમતમાં 80 પૈસાનો વધારો થયો છે, જે બાદ પેટ્રોલની કિંમત 111.35 રૂપિયા અને ડીઝલની કિંમત 96.22 રૂપિયા થઈ ગઈ છે.

ગુજરાતમાં પેટ્રોલમાં આજે પ્રતિ લિટરે 80 પૈસા જ્યારે ડીઝલમાં આજે પ્રતિ લિટરે 82 પૈસાનો ભાવ વધારો થયો છે. પેટ્રોલ ડીઝલમાં દસ દિવસમાં નવમી વખત ભાવ વધારો થયો છે. નવ દિવસમાં પેટ્રોલમાં પ્રતિ લિટરે 6.45 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે નવ દિવસમાં ડીઝલમાં પ્રતિ લિટરે 6.52 રૂપિયાનો વધારો થયો છે.

નવા ભાવ વધારા સાથે આઠ મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમતની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત નવા ભાવ વધારા સાથે પ્રતિ લિટરે 101.48 રૂપિયા પર પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 95.70 રૂપિયા પર પહોંચી છે.

error: