સુરતમાં હત્યા,લૂંટ, રેપ જેવી ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. એવામાં ફરિવાર સુરતથી માનવીય સભ્યતાને શર્મસાર કરે તેવી ઘટના પ્રકાશમાં આવી છે.સુરત પુણાગામ ભૈયાનગર નજીક 5 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો છે. બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
સુરતના પુણાગામ પાસે આવેલા પુલ નીચે રહેતા શ્રમીક પરીવારની બાળકી હતી જે ગઈ રાત્રે બાળકી અચાનક ગુમ થઈ હતી. જે બાદ પરિવારે પોલીસને જાણ કરી હતી. તાત્કાલિકના ધોરણે પોલીસે બાળકીની શોધખોળ કરી હતી. આજે વહેલી સવારે બાળકીનો મૃતદેહ મેદાનમાંથી મળ્યો છે. બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરાઈ હોવાની આશંકા છે. જેને લઈ પોલીસ હાલ તપાસ કરી રહી છે.
ગંભીર ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. પરિવારએ શંકમદ આરોપી નામ સામે મુક્ત પોલીસે લલ્લન નામના આરોપી ધરપકડ કરી પૂછપરછ ચાલુ કરી હતી જેમાં તેણે ખુલાસો કર્યો હતો કે તે રાત્રે બાળકીનું અપહરણ કરી લઈ ગયો હતો પણ બાળકી ઊંઘ માંથી જાગી જતા તે ચીસાચીસ પાડી રહી હતી આથી તેણે બાળકીનું ગળું દબાવી મારી નાખી હતી. અને બાજુના મેદાનમાં નાખી ગરનાળાની આડમાં ફેંકી દીધી હતી. પોલીસે આરોપીએ જણાવેલી વિગતો અનુસાર તપાસ કરતાં બાળકો જે તે સ્થળે મળી આવી હતી. પોલીસે દુષ્કર્મ અંગે હજુ સુધી રિપોર્ટ ન મળતા કોઈ જ માહિતી આપી નથી. પણ કેમ અપહરણ કર્યું તે વાતનો કોઈ હજુ સુધી ફોડ પાડવામાં આવ્યો નથી.
ત્યારે સવાલ એ છે કે ગુજરાત અને ખાસ કરીને સુરતમાં બનતી આવી જઘન્ય ઘટનાઓ ક્યારે અટકશે? ક્યારે ગુજરાતની દીકરીઓ પોતાને સુરક્ષિત મહેસુસ કરશે? કેમ હવસખોર માનસિકતા ધરાવતા પાપીઓને પોલીસનો ડર રહ્યો નથી? ક્યાંય 2 વર્ષની તો ક્યાંય 5 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે આ વિકૃત માનસીકતા પર લગામ કોણ લાવશે?
તો બીજી તરફ સુરતમાં વધુ એક દુષ્કર્મ આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવી છે. ત્રણ વર્ષ પહેલા સચિન GIDCની બાળકી પર દુષ્કર્મ આચરનારને અંતિમ શ્વાસ સુધી કારાવાસની સજા ફટકારવામાં આવી છે. આજીવન કેદ ઉપરાંત 20 હજારનો દંડ પણ કરવામા આવ્યો છે. બાળકીનું અપહરણ કરી પિતાના મિત્ર આરોપી ગોપાલ મોર્યએ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ સતત ટર્ન વર્ષ ચાલેલી સુનાવણી બાદ સુરત કોર્ટ દ્વારા આરોપી ગોપાલ મોર્યને દોષિત ઠેરવી આજીવન સજા આપવામાં આવી છે.