Satya Tv News

શું છે માંગ ?

ફિક્સ પગાર પદ્ધતિ બંધ કરી ને પૂરો પગાર ચૂકવવો
કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા
કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થાના લાભ આપવા
પ્રાથમિક શિક્ષકો સિવાયનાઓને પણ સળંગ નોકરીનો લાભ

રાજ્યમાં જાણે કે વિરોધનો વંટોળ શરુ થયો હોય તેમ એકબાદ એક વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. એક તરફ ડૉક્ટર્સનો વિરોધ તો બીજી તરફ વિદ્યાસહાયકોનો વિરોધ. લોકો પોતાના પડતર પ્રશ્નોને લઇને રસ્તા પર ઉતરી આવ્યા છે. આ તરફ બેંકોના ખાનગી કરણને લઇને પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે સરકારી કર્મચારીઓ મેદાને આવ્યા છે. જૂની પેન્શન યોજનાની માંગ સાથે રાજ્યવ્યાપી આંદોલન શરુ કર્યુ છે.

જૂની પેન્શન યોજના લાગુ કરવાના મામલે છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર રાજ્યમાં વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા ઉપવાસ, આંદોલન, ધરણાં, રેલી સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. આવા કાર્યક્રમનો કોઇ પ્રતિસાદ સરકાર તરફથી ન મળતાં હવે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો મેદાનમાં આવ્યો છે.

સરકારી કર્મચારીઓએ આજથી રાજ્યવ્યાપી આંદોલન શરુ કર્યુ છે. 7 લાખ જેટલા કર્મચારીઓ આંદોલનમાં જોડાય તેવી સંભાવના છે. જૂની પેંશન યોજનાની માગ સાથે કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા છે. જો સરકાર 10 દિવસમાં માગ નહીં સ્વીકારે તો મહાઆંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બાબા સાહેબની પ્રતિમા પાસે એકત્ર થઇને કર્મચારીઓ વિરોધ નોંધાવશે. 182 વિધાનસભા વિસ્તારમાં વિરોધ કાર્યક્રમ યોજાશે.

આ લોકો વિરોધમાં જોડાયેલા

બે લાખ જેટલા પ્રાથમિક શિક્ષકો સાડા ત્રણ લાખ જેટલા સરકારી કર્મચારીઓ અને જુદા જુદા બોર્ડ નિગમના કર્મચારીઓ સહિત કુલ સાત લાખ જેટલા કર્મચારીઓ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા સાથે જોડાયેલા છે મોરચાની મુખ્ય માંગણી જૂની પેન્શન યોજના લાગુ કરવાની છે.

error: