Satya Tv News

ગુજરાતના ખેડૂતો માટે દરેક સીઝન કપરી બની રહે છે. શિયાળા અને ઉનાળામાં માવઠુ થાય છે અને ચોમાસામાં અતિવરસાદ થાય છે. પરંતુ આ વર્ષનુ ચોમાસુ ખેડૂતોને સો ટકા રડાવશે. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આ વર્ષે ગુજરાતમાં ચોમાસું નબળું રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી 35થી 65 ટકા વરસાદની આગાહી કરાઈ છે. ચોમાસાની સીઝનમાં મહેસાણામાં 45થી 65 ટકા વરસાદની શક્યતા છે. જ્યારે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં 35 થી 55 ટકા વરસાદની આગાહી કરાઈ છે.

મહત્વનું છે કે, ઉનાળામાં જ ગુજરાતમાં જળસ્તર ઘટવા લાગ્યા છે. અત્યારથી જ પાણીની બૂમો ઉઠી છે. ખેડૂતો પાણીની માંગ સાથે રસ્તા પર ઉતરી રહ્યાં છે. ત્યારે હવે આગામી સીઝનમાં વરસાદની ઘટની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી શકે છે. ગુજરાતમાં ગત વર્ષે 32.56 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 98.45 ટકા વરસાદ નોંધાયો હતો. ત્યારે હવે જો આ વર્ષે વરસાદ ઓછો નોંધાશે તો ફરીથી પાણીની પોકાર ઉઠશે. આ ચોમાસું નબળુ જશે, તો આગામી ઉનાળો વધુ આકરો જશે.

આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ગરમીનો વધુ એક રાઉન્ડ જોવા મળશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં શનિ અને રવિવારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 20 એપ્રિલ સુધી અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના છે. જેથી આગામી દિવસોમાં કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. આગામી ૩ દિવસમાં ગરમીમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. શનિવારે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો રવિવારે સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છમાં કાળઝાળ ગરમીની સંભાવનાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે

error: