Skip to main content

Satya Tv News

નાવીકે જ એન્જીન હોડી વડે લાઈફ જેકેટ આપી હોડી માં ખેંચી લેતા યુવાનનો થયો આબાદ બચાવ

હાલ નર્મદા જિલ્લામા આવેલ એક માત્ર પંચકોશી ઉત્તર વાહિનીની પરિક્રમા કરવા દૂર દૂરથી લોકો ઉમટી રહ્યા છે. ત્યારે નર્મદાની પંચકોશી પરિક્રમા કરતી વખતે એક યુવાન ડૂબી જતા ત્યાંના નાવીકે તેને આબાદ બચાવી લેવાની ઘટનાસામે આવી હતી.

ઘટનાની વિગત અનુસાર યુવાન નદીમા તરીને સામે પારજઈ રહ્યો હતો ત્યારે નદી વચ્ચે થાકી જતાતે ડૂબવા માંડ્યો હતો.જોકે ત્યાંથી એક નાવ પસાર થઈ રહી હતી ત્યારે નાવીકે તેને ડૂબતા જોઈ લેતા તેની નજીક પહોંચી એન્જીન હોડી વડે લાઈફ જેકેટ આપીતેને હોડી માં ખેંચી લઈ બચાવી લીધો હતો.

આ યુવાનને તરતા આવડતું ન હોવા છતાં યુવાન નદી પાર કરતો હતો ત્યારે ઊંડા પાણીમાં યુવાનના ડૂબવાની ઘટના સામે આવી હતી

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સત્યા ટીવી, રાજપીપલા

error: