Skip to main content

Satya Tv News

અંકલેશ્વર તાલુકા પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ અંકલેશ્વરના નવાગામ કરારવેલ ગામના કુખ્યાત બુટલેગર સતીશ વસાવાને ઝડપી પાડ્યો હતો. 

ગત તા.૫મી ફેબ્રુઆરીના અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ગામની સીમમાંથી તાલુકા પોલીસે ટેમ્પો અને પીકઅપ ગાડીમાંથી  વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 1૯.૪૨લાખના મુદ્દામાલ સાથે અગાઉ એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો. જયારે અંકલેશ્વરના નવાગામ કરારવેલ ગામના કુખ્યાત બુટલેગર સતીશ ઉર્ફે સતલો ચંદુભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન તાલુકા પોલીસે સતીશ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

error: