અંકલેશ્વરના UPL કંપની પાસે થયેલ કેમિકલ પાઉડર ચોરીનો ભેદ ઉકેલાયો.
શહેર પોલીસે ગણતરીના દિવસોમાં બે આરોપી સાથે તમામ મુદ્દામાલ કર્યો રિકવર.
UPL કંપનીના જ બે કર્મચારીઓ ઘડ્યો હતો ચોરીનો પ્લાન.
શહેર પોલીસે બે ને જેલભેગા કરી વધુ બેને જાહેર કર્યા વોન્ટેડ.
પોલીસે 17.16 લાખ ઉપરાંતનો મુદ્દામાલ રિકવર કરી વધુ બેની ધરપકડના ચક્રો કર્યા ગતિમાન.
અંકલેશ્વરના UPL કંપની પાસે થયેલ કેમિકલ ચોરીનો ભેદ ઉકેલવામાં શહેર પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં કંપનીમાં જ કામ કરતા એક કામદાર સહિત વધુ એકને પોલીસે ઝડપી પાડી રૂપિયા 17.16 લાખ ઉપરાંત ના મુદ્દામાલ સાથે વધુ બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ સુત્રીય મળતી માહિતી અનુસાર અંકલેશ્વર GIDCની UPL કંપની બહાર પાર્ક કરેલ ટેમ્પોમાંથી તારીખ 11 એપ્રિલના રોજ ઉલલા અને પનાના પાઉડર કેમિકલ ભરેલ 46 બેગની ચોરી મામલે 17 લાખ ઉપરાંતના મુદ્દામાલની ફરિયાદ શહેર પોલીસ મથકે નોંધાવા પામી હતી. જે મામલે પોલીસે CCTV ફૂટેજના બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે નવજીવન હોટેલ પાસેથી ટેમ્પો નંબર GJ 16 AU 3497માં ચોરી થયેલ કેમિકલ પાઉડર વાલિયા ચોકડી પાસે વેચાણ અર્થે જાય છે. જે બાતમીના આધારે શહેર પોલીસે વાલિયા ચોકડી પાસે સર્વિસ રોડ પર ટેમ્પોને રોકી તપાસ કરતા UPL કંપની પાસેથી ચોરી થયેલ પાઉડર મળી આવ્યો હતો. જે અંગે ટેમ્પો ડ્રાઇવર નસીમ શહીદ સિદ્દીકી ઉંમર વર્ષ 33 રહેવાસી સાયમાં ટ્રાન્સપોર્ટ નવજીવન હોટેલ પાસે અંકલેશ્વર મૂળ રહેવાસી UP તથા UPL કંપનીના કોન્ટ્રકટમાં કામ કરતો કર્મચારી ગોપાલ કાનજી વસાવા ઉમર વર્ષ 28 રહેવાસી મહિન્દ્રા શો રૂમની પાછળ અંકલેશ્વર મૂળ રહેવાસી આમલાવડી ભાતપોર ડેડીપાયાડાને ઝડપી પાડયા હતા.
પોલીસે ચોરી કરેલ રૂપિયા 17 લાખ 16 હજાર 120નો તમામ ઉલાલા અને પનાના કેમિકલ પાઉડર રિકવર કરી કંપનીના વધુ એક આરોપી જગન વસાવા રહેવાસી કબૂતરખાના બોરભાઠા તથા જાવીદ ઉર્ફે રાનું યાસીન અંસારી રહેવાસી નવજીવન હોટેલ પાસે અંકલેશ્વરનાઓને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
વિડીયો જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર.