Satya Tv News

વર્ષ 2011માં સગાઈ બાદ યુવતી મંગેતર સાથે ફરવા આવી હતી, પીડિતાને 5 લાખ વળતર ચૂકવવા પણ હુકમ

બાર વર્ષ અગાઉના યુવતી પર આચરાયેલાં ચકચારી ડુમસ ગેંગરેપ પ્રકરણમાં આજે સેશન્સ કોર્ટ દ્વારા વધુ બે આરોપીઓ કનૈયા ભૂમિહાર અને રાજકુમાર ભૂમિહારને જીવે ત્યાંસુધી જેલની સજાનો હુકમ કર્યો હતો. અગાઉ બે આરોપીઓ જીતેન્દ્ર અને કમલનયનને પણ આજીવન કેદની સજા કરાઈ હતી. આ સાથે આ કેસમાં અત્યાર સુધી ચાર આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. બે આરોપીઓ આ ગુનો આચર્યા બાદ ફરાર થઈ ગયા હતા અને તેમની સામેનો કેસ બાદમાં ચાલ્યો હતો. કોર્ટે પીડિતા યુવતીને રૂપિયા પાંચ લાખના વળતરનો પણ હુકમ કર્યો હતો.સરકાર તરફે એપીપી જીતેન્દ્ર પારડીવાલાએ દલીલો કરી હતી.

ગેંગરેપ બાદ નરાધમો યુવતીનાં કપડાં પણ લઈને ભાગી ગયા હતા, ફોન કરી કપડાં મંગાવવા પડ્યાં હતાં

​​​​​​​ભોગ બનનાર પોતાના મંગેતર(હાલના પતિ )સાથે 28 ઓકટો. 2011એ સાંજે ડુમસ ચોપાટી ફરવા ગયા હતા. જ્યાં બાંકડા પર બેઠા હતા. ત્યારે આરોપીઓએ પતિને માર મારી બુમ પાડશે તો મારી નાંખીશું એવી ધમકી આપી હતી. ત્યારબાદ મહિલાના કપડા ફાડી નાંખી આરોપીઓએ બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન પતિ ફરી બચાવવા ગયો તો તેને માર મારી મહિલાની ઇજાર વડે તેના હાથ બાંધી દીધા હતા. પતિની સોનાની ચેઇન,ફોન મળી 14 હજારની લુંટ ચલાવી હતી. પોલીસે આરોપી જીતેન્દ્ર અને કમલયનનની ધરપકડ કરી હતી. કોર્ટે બંનેને સજા કરી હતી. અન્ય બે આરોપી 10 માસ પછી પકડાયા હતા. આજે બંનેને આજીવન કેદની સજા થઈ હતી.

કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે, ગેંગ રેપ કરી જાતિય વૃત્તિ સંતોષવી એ એક પ્રકારની અધમતા અને રાક્ષસી વૃત્તિ છે. તેનાથી શરમજનક કોઈ કૃત્ય હોય શકે નહીં.આવી ઘટના માનવતા તથા ભદ્ર સમાજ માટે ખતરાની ઘંટડી છે. પોતાની ઓળખ છતી ન થાય માટે પીડિતા પર રેપ કરી જાનથી મારી નાખે છે.

રેપ બાદ યુવતી ચાલી શકતી ન હતી. આરોપીઓ તેના કપડા લઇને ભાગી ગયા હતા. ફોન કરીને કપડા મંગાવ્યા હતા.

​​​​​​​કોર્ટે યુવકે યુવતીને આપેલાં સાથને બિરદાવ્યો હતો. ઘટના બાદ બંને ન્યાય માટે કાનૂની જંગ લડી લગ્નના તાંતણે પણ બંધાયા હતા.

અગાઉ આરોપી જીતેન્દ્રકુમાર ઉર્ફે રાજુ ભૂમિહાર અને કમલ ભૂમિહારને કોર્ટે તા. આઠમી જુલાઇ, 2013ના રોજ આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.

error: