Satya Tv News

પાંચ વર્ષ અગાઉ લિનિયર બસ સ્ટેશન પર બિમાર હાલતમાં બેઠેલી મહિલાને તબેલા પાસે લઈ જઇ તેની પર બળાત્કાર ગુજારનારા 2 આરોપી છોટારામ કુસવાહ અને રામુસિંગ રાજપૂતને કોર્ટે 20-20 વર્ષની સજા ફટકારી હતી. આ ઉપરાંત રૂપિયા 20 હજારના દંડનો હુકમ પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોર્ટે પીડિત મહિલાને રૂપિયા પાંચ લાખ વળતર તરીકે આપવાનો પણ આદેશ કર્યો હતો.

પીડિતા મહિલા અમદાવાદથી સુરત આવી હતી અને બસ સ્ટોપ પાસે બેઠી હતી ત્યારે આરોપીઓ તેની પાસે આવ્યા હતા અને ક્યાં જવુ છે એમ પુછયુ હતુ. મહિલાને ચક્કર આવતા હોય તેઓ મહિલાને વિશ્વાસમાં લઇને અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં ગાય-ભેંસના તબેલા હતા અને ભજન વાગી રહ્યા હતા. ત્યારબાદ બંને આરોપીઓએ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં તેને પેરાશીટામોલની 7- 8 ગોળીઓ ઉપરાંત અન્ય ગોળીઓ પીવડાવી દીધી હતી જેથી મહિલાને વોમિટ થતા તેઓ મહિલાને સ્મીમેર હોસ્પિટલ પાસે છોડીને ભાગી ગયા હતા.

મહિલાએ પોલીસ સમક્ષ વર્ણવેલી હકીકતના આધારે અને સ્મીમેરના સીસીટીવીના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ બાબતે કોર્ટમાં કેસ ચાલતા એપીપી ઉમેશ પાટીલની દલીલોના આધારે કોર્ટે આરોપીને 20-20 વર્ષની સજાનો હુકમ કર્યો હતો.

error: