Satya Tv News

આરોપી મિત્ર બિહાર ભાગી ગયાની પોલીસને શંકા, સ્ટાફની પૂછપરછ

ડુમસ રોડ પર ફાઈવ સ્ટાર લા મેરિડિયન અને જુની TGBના નામે ઓળખાતી ઓરેન્જ મેગા સ્ટ્રક્ચર હોટલમાં સોમવારે બપોરે એકાઉન્ટન્ટ જીવન રાઉતની હાઉસ કીંપીગના મેનેજર વિરેન્દ્રર ઉર્ફે વાહીદ નરેશ સૈનીએ મિત્ર સાથે મળી હત્યા કરી 23.38 લાખની લૂંટ કરી હતી. પોલીસે હત્યારા વિરેન્દ્રરની ધરપકડ કરી છે.

નીતિન બિહાર ભાગી ગયો હોવાની આશંકા છે.પોલીસે હોટલના અન્ય સ્ટાફની સંડોવણી છે કે કેમ તે અંગે કેટલાક કર્મીઓની પૂછપરછ કરી છે. મંગળવારે સાંજે હત્યારા વિરેન્દ્રરને કોર્ટમાં રજૂ કરાતા 29મી સુધીના રિમાન્ડ આપ્યા છે.

હોટેલમાં કુલ 156 સીસીટીવી કેમેરા છે. જે પૈકી બેઝમેન્ટમાં 4 કેમેરા અપગ્રેડ કરવાના હોવાથી 3 દિવસથી બંધ છે. હત્યારો કેમેરા બંધ હોવાનો લાભ લઈ લાખોની રકમ ભાગી ગયો હતો. હત્યારો નીતિન હોટેલમાં માસ્ક પહેરી આવ્યો હતો. જયારે વિરેન્દ્રર મગદલ્લામાં સુડા આવાસમાં રહે છે ત્યાં નીતિન હેલમેટ પહેરીને આવતો હતો.

error: