Satya Tv News

અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામના ટાંકી ફળિયામાં રહેતી 40 વર્ષીય સમીમબાનુ સૈયદુલહક સોબતઅલી સલમાની પાનોલી રેલવે સ્ટેશન કેનાલ રોડની વચ્ચે ચાનો ગલ્લો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ આજરોજ સાંજના સમયે તેઓના ગલ્લા સામે આવેલ તેઓના મોટા બહેન નસીમાશેખ રફીકશેખના ગલ્લા પર સામાન લેવા ગયા હતા જેઓએ તારી પાસે રહેલ સામાન મને આપી દેજે અને તારું હોય તે તારી પાસે રાખજે તેમ કહેતા જ મોટી બહેને નાની બહેન સાથે ઝઘડો કરી આવેશમાં આવી ગયેલ નશીમાશેખ અને તેના પુત્ર લતીફ શેખે માસીને લાકડાના દંડા અને પથ્થર મારી ઇજાઓ પહોંચાડી હતી ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખરોડના વેલ્ફેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મારા મારી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: