Satya Tv News

વાલિયા વટારીયા સુગર આગળ યુપીએલ યુનિવર્સીટી નજીક અકસ્માત

હાંસોટના પગપાળા સંઘના ચાર પદયાત્રીઓને હાઇવા ટ્રકચાલકે મારી ટક્કર

ઘટનાને પગલે એક શ્રદ્ધાળુનું કરુંણ મોત નીપજ્યું

વાલિયાના વટારીયા સુગર આગળ યુપીએલ યુનિવર્સીટી નજીક હાંસોટના દિગસ ગામે નીકળેલ પગપાળા સંઘના ચાર પદયાત્રીઓને હાઇવા ટ્રકચાલકે ટક્કર મારતા એક શ્રદ્ધાળુનું મોત નીપજ્યું હતું

YouTube player

હાંસોટના દિગસ ગામે નવી વસાહતમાં રહેતા મંજુલાબેન વસાવા પતિ કાંતિભાઈ વસાવા અને ગામના 50 લોકો સાથે બુધવારે સાંજે નેત્રંગ તાલુકાના ટીમરોલીયા દશામાંના મંદિરે જવા નીકળ્યા હતા જેઓ વાલિયાના વટારીયા સુગર આગળ યુપીએલ યુનિવર્સીટી નજીક પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ હાઇવા ટ્રક ચાલકે 50 પૈકી ચાર પદયાત્રીઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કાંતિ વસાવાને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જયારે અન્ય ત્રણ શ્રધ્ધાળુઓને ગંભીર ઇજાઓ પોહચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે 108 સેવાની મદદ વડે વાલિયા આરોગ્ય કેન્દ્ર બાદ વધુ સારવાર માટે અંકલેશ્વર ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત અંગે વાલિયા પોલીસ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: