આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમઆદમી પાર્ટી અને ભરૂચ-નર્મદા સહિત રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવતી ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડવાની રણનીતિ બનાવી રહ્યા છે. આવા સંજોગોમાં ગુજરાત સ્થાપના દિવસે 1 મેના રોજ આપ અને બીટીપીનું વિધિવત ગઠબંધન થશે.
જેના ભાગરૂપે વાલિયા તાલુકાના ચંદેરિયા ખાતે મહાસંમેલન યોજાશે. 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે સુરત જીલ્લાના કામરેજ ખાતે આપ અને બીટીપીનું મહાસંમેલન યોજાવાનું હતું પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થળ બદલવામાં આવ્યું હોવાનું BTP પ્રદેશ અધ્યક્ષ ચૈતર વસાવાએ જણાવ્યું હતું.
આ મહા સંમેલન હવે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ચંદેરીયા ગામે BTPના મુખ્ય કાર્યાલય વ્હાઇટ હાઉસ ખાતે રાખવાની જાહેરાત BTP પ્રદેશ અધ્યક્ષ ચૈતર વસાવા એ કરી છે. જોકે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હવે સૌકોઈ ની નજર આ મહાગઠબંધ પર છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ ભજપ સહિત મતદારોની નજર જે ગઠબંધન પર છે. તે AAP અને BTPનું છે.
બંને પાર્ટી વચ્ચેના ગઠબંધની વિધિવત જાહેરાત ગુજરાત સ્થાપના દિવસે કરવાના છે. થોડા દિવસ પહેલાં ચંદેરિયા ખાતે બીટીપીએ તૈયારીઓના ભાગ રૂપે એક મહત્ત્વની બેઠક યોજી હતી. મહા સંમેલન કરવાની પૂર્વ તૈયારીઓથી રાજકારણમાં ખળભળાટ મચ્યો હતો. જોકે આ મહાસંમેલનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર રહેવાના હોય સૌથી વધુ ભાજપે ખટકે છે. જેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચંદેરિયાની પસંદગી કરી હતી.