શહેર અને જિલ્લામાં રમઝાન ઇદની ઉત્સાહભેર ઉજવણી કરાય.
ઇદગાહ ખાતે ઇદની નમાઝ અદા કરી એકમેકને શુભેચ્છા પાઠવી
સુલેહ શાંતિ જળવાઇ રહે તે હેતુસર પ્રસાશન દ્વારા શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત
ભરૂચ શહેર તથા જિલ્લામાં રમઝાન ઇદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.મુસ્લીમ બિરાદરોના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહૂતિ તથા રમઝાન ઇદની ઉજવણી મુસ્લીમ બિરાદરોએ ઇદગાહ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થીત રહી નમાઝ અદા કરી એકેમેકને ઇદ ઉલ ફિત્રની મુબારકબાદી પાઠવી હતી.
ગત રાતે બીજ નો ચાંદ દેખાતા અને ચાંદ કમિટિ દ્વારા વિધિવત રીતે ઇદ ની જાહેરાત કરાતા મુસ્લીમ બિરાદરોમાં ખુશી ફેલાઇ હતી.આજે સવારે મુસ્લીમ બિરાદરો દ્વારા બંબાખાના ખાતે આવેલ મોટા ઇદગાહ ખાતે તથા વિવિધ મસ્જીદોમાં જઇ ઇદની નમાઝ અદા કરી હતી.
ભરૂચ શહેરમાં વસતા મુસ્લીમ બિરાદરોએ તેમના પવિત્ર તહેવાર ઇદની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી.આ પ્રસંગે મુસ્લીમ ધર્મના ધાર્મિક વડાઓ,મૌલવીઓ તરફ થી ખાસ તકરીરનું આયોજન કરાયું હતું. તકરીર દરમિયાન મુસ્લીમ સહિત તમામ કોમ માટે દુઆ ગુજારવામાં આવી હતી. સૌએ એકમેકને ગળે મળી મુબારકબાદી પાઠવી હતી. ભરૂચ જિલ્લામાં સુલેહ શાંતિ જળવાઇ રહે તે હેતુસર પ્રસાશન દ્વારા શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ]