Satya Tv News

‘હર્ષ સંઘવી સાહેબને સંબોધીને હું કહું છું.તેમણે મને આશ્વાસન આપ્યું હતું કે તમારી દીકરીને જલદીથી જલદી ન્યાય મળશે, પરંતુ આજે છ મહિના વીતી ગયા. આટલા મોટા-મોટા અફસરોની SITની ટીમ બની હતી, એમાં હજી કોઈ નિકાલ આવ્યો નથી. તો મારો પ્રશ્ન એ છે કે મારી દીકરીને ન્યાય મળશે કે નહીં મળે?’ આ શબ્દો છે નવસારીની એ માતાના, જેની દીકરીની લાશ છ મહિના પહેલાં ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી હતી. આ ઘટનાને ‘નજીકના દિવસોમાં’ ઉકેલવાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાતરી આપી હતી, પરંતુ આજે છ મહિને પોલીસ આરોપીઓને પકડવાનું તો દૂર, ઓળખી પણ નથી શકી.

યુવતીની માતા સંઘવી સાહેબને બે વખત ફોન પણ કર્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ રિસ્પોન્સ જ આવ્યો નહોતો. અમે સુરતમાં સંઘવી સાહેબને મળ્યા ત્યારે તો તેમણે કહ્યું હતું કે ગુજરાતની અત્યારસુધીની સૌથી મોટી ટીમ આમાં કામ કરી રહી છે. તમારી દીકરીને ન્યાય તરતને તરત મળી જ રહેશે એવી તેમણે વાતો કરી હતી, પરંતુ કમનસીબે આવું કશું થયું નથી.”

ઓએસિસ સંસ્થા કે જેની સામે કાર્યવાહી કરવાની અમે માગ કરી હતી, પણ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. અમને એવું લાગે છે કે ત્યાં કાર્યવાહી ઠંડી પડી રહી છે. ઓસેસિસના સંજુ દેસાઈની પણ કોઈ પૂછપરછ પોલીસે કરી કે ન કરી એ ખબર જ નથી. મારી દીકરીએ સૌથી છેલ્લો કોલ સંજુભાઈને કર્યો હતો અને તેઓ એ સંસ્થાના સૌથી મોટા અધિકારી છે. એટલે તેમની તો બધી વસ્તુની જાણકારી હોવી જ જોઈએ.”

ગુજરાત પોલીસની કાર્યક્ષમતામાં કોઈ ખોટ નથી, કારણ કે આ જ ગુજરાત પોલીસે સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં ઝડપથી ચાર્જશીટ કરી હતી. એને પગલે કોર્ટે પણ 5 દિવસમાં દોષિત આધેડને આજીવન કેદની સજા ફટકારી હતી. સુરત સેશન્સ કોર્ટે અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારા આરોપી ગુડ્ડુ યાદવને માત્ર 29 દિવસમાં ફાંસીને સજા ફટકારી હતી. સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટે ફેનિલને 69 દિવસમાં દોષિત જાહેર કર્યો છે, પરંતુ બીજી તરફ વડોદરામાં ઓએસિસ સંસ્થામાં અભ્યાસ કરતી મૂળ નવસારીની યુવતી પર વેક્સિન ગ્રાઉન્ડમાં ગેંગરેપ અને ત્યાર બાદ ટ્રેનમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળ્યાને 6 મહિના વીતી ગયા છતાં આરોપીઓ હજુ સુધી હાથ લાગ્યા નથી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તો પીડિતાને બહેન કહીને ગણતરીના દિવસોમાં ગુનેગારો જેલના સળિયા પાછળ હશે, એવું નિવેદન આપ્યું હતું. તેમ છતાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) આ મામલે હજુ પણ તપાસ કરી રહી છે. વડોદરા ગેંગરેપ કેસને 6 મહિના થયા છતાં પોલીસ હજી ફાંફાં કેમ મારી રહી છે? રાજ્યના ગૃહ ખાતાની સક્રિયતાને શું થઇ ગયું છે? વડોદરા પોલીસ અને રેલવે પોલીસ હદનો વિવાદ કરીને તપાસમાં ઠાગાઠૈયા કરી રહી છે.

error: