અંકલેશ્વર ખાતે રમઝાન ઇદના પર્વની ઉજવણી કરવામાં આવી
દૂધ સવૈયા ખાઈ મુસ્લિમ બિરદારોને તહેવારની શુભેચ્છાઓ પાઠવી
જિલ્લા પોલીસ વડા અંકલેશ્વર ઇદગાહ ખાતે રહ્યા ખાસ ઉપસ્થિત
દૂધ સવૈયા ખાઈ એસ.પી એ પાઠવી ઈદ મુબારક બાદ
અંકલેશ્વર શહેર ખાતે રમઝાન ઇદની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દૂધ સવૈયા ખાઈ મુસ્લિમ બિરદારોને તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી.
કોરોના મહામારી વચ્ચે રમઝાન ઇદની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકાર દ્વારા ધાર્મિક તહેવારો માટે છૂટછાટ આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ રમઝાન માસમાં રોજા રાખી ખુદાની બંદગી અને ઈબાદત કરી હતી. ગતરોજ ચાંદ દેખાતા મંગળવારના રોજ જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ ઈદ-ફૂલ-ફિત્રની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી.
અંકલેશ્વરના ઇદગાહ મેદાન ખાતે વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી. અને દેશમાં ભાઈચારા સાથે એમાં શાંતિ બની રહે તે માટે દુઆઓ કરવામાં આવી હતી. એકમેકને ઈદની શુભેચ્છા પાઠવી હતી. ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ અને ડીવાયએસપી ચિરાગ દેસાઈએ રમઝાન ઇદના તહેવાર શાંતિ સુલેહ જળવાઈ રહે તે માટે અંકલેશ્વરના ઇદગાહ મેદાન ખાતે પહોંચ્યા હતા. અને દૂધ સવૈયા ખાઈ મુસ્લિમ બિરદારોને તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી.
વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર