Satya Tv News

સુરતના વરાછા વિસ્તાર ની ઘટના

વરાછા વિસ્તાર ની ગ્લોબલ માર્કેટ માં દુકાન માંલિક ની જાણ બહાર માલ કાઢી લેવાયો

દુકાન માં જ નોકરી કરતા કર્મચારીએ પોત પ્રકાશયું

માલ દુકાન માંથી કાઢી બારોબાર વહેંચી માર્યો

વરાછા પોલીસે મુદામાલ સાથે માલ વહેંચનાર અને લેનાર બને આરોપી ને ઝડપી પાડયા

સુરત ની વરાછા વિસ્તાર માં આવેલ ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ મા દુકાનદાર ની જાણ બહાર દુકાન માં કામ કરતા કર્મચારીએ બે લાખ થી વધુ નો મુદામાલ બહાર કાઢી બારોબાર વહેંચી મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.જેમાં વરાછા પોલીસે માલ લે નાર અને માલ વહેંચનાર કર્મચારી ની ધરપકડ કરી મુદામાલ કબ્જે કર્યો હતો..

YouTube player

સુરત મા દુકાનદાર ની જાણ બહાર કર્મચારીઓ બારોબાર માલ વહેંચી દેતા હોવાની અનેક ઘટના ઓ બનતી રહે છે…તેવી જ એક ઘટના ફરી સામે આવી છે..સુરત ના વરાછા વિસ્તાર માં આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ મા ગુડ ડે નામની દુપટ્ટા અને શૂટિંગ શરટિંગ ની દુકાન ચલાવતા વેપારી સંજય કુમાર જામનાણી એ નરેશ આહુજા નામના વ્યક્તિ ને કામ પર રાખ્યો હતો..અને દુકાન ની એક ચાવી વેઓરી સંજય ભાઈ પાસે તેમજ એક ચાવી નરેશ આહુજા પાસે રહેતી હતી..આ ભરોસા નો ફાયદો ઉઠાવી નરેશ આહુજાએ વહેલી સવારે દુકાન માં રહેલ સ્વ અબે લાખ ના દુપટ્ટા નો માલ વેપારી ની જાણ બહાર કાઢી લઈ ચોક બજાર ની સિલ્ક સાગર માર્કેટ માં દુકાન ચલાવતા અબુબકર મોયુદિન શેખ ને વહેંચી માર્યો હતો..જોકે વેપારી સંજય ભાઈ ને શક જતા તેણે દુકાન ના સીસીટીવી તપસ્યા હતા અને સ્ટોક ચેક કરતા માલ બારોબાર વહેંચાઈ ગયો હોવાનું જણાતા તેમને દુકાન ના કર્મચારી સામે ચોરી ની ફરિયાદ નોંધાવી હતી..ફરિયાદ ના આધારે વરાછા પોલીસે માલ વહેંચનાર કર્મચારી અને માલ ખરીદનાર વેપારી ની પોલીસે નોકરચોરી નો ગુનો નોંધી ધરપકડ કરી હતી..અને સવા બે લાખ ના દુપટ્ટા નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી..

વિડિઓ જર્નલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સત્યા ટીવી સુરત

error: